સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસના ભય વચ્ચે, જર્મનીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવતા સપ્તાહે સમગ્ર દેશમાં મંકીપોક્સ રસીના 19,500 વધુ ડોઝનું વિતરણ કરવામાં આવશે. આ ડોઝની માંગ પુરવઠા કરતાં ઘણી વધારે છે. સૂત્ર અનુસાર, જુનમાં જ દેશના જુદા જુદા રાજ્યોમાં રસીના 40,000 ડોઝ મોકલવામાં આવ્યા હતા અને જુલાઈમાં 5,300 રસીઓનો માલ મોકલવામાં આવ્યો હતો.
સરકારે કુલ 240,000 ડોઝના વિતરણ માટે પહેલાથી જ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આરોગ્ય પ્રધાન કાર્લ લૌટરબેચે કહ્યું કે, તમામ ઉપલબ્ધ માધ્યમોની મદદથી વાયરસનો ફેલાવો અટકાવવો જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી કાર્લન કહેવું છે કે, ‘કોન્ટ્રાક્ટમાં સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, વાયરસ અને રસીના મહત્વ વિશે માહિતી આપવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.’
સમલૈંગિકતાના મુદ્દાઓ પર દેખરેખ રાખતા સરકારના કમિશનર સ્વેન લેહમેન કહે છે કે ખાસ કરીને પુરુષો સાથે સંબંધ બનાવનાર પુરુષોમાં રસીકરણની ઈચ્છા વધુ હોય છે. પરંતુ જોખમી વિસ્તારોમાં પુરવઠા કરતાં માંગ ઘણી વધારે છે. સમસ્યા એ છે કે, કેટલાક શહેરોમાં લોકો રસીકરણ માટે એપોઇન્ટમેન્ટ પણ મેળવી શકતા નથી.