કેરળમાં ચોમાસું આવી ગયું છે. ચૌમાસાએ કેરળના 75 ટકા વિસ્તારને અસર કરી છે. ત્યારે રાજ્યમાં ચોમાસાની ઔપચારિક એન્ટ્રી અંગે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. કેરળમાં ચોમાસું આવી ગયું છે. જ્યારે ગુજરાતમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત 20 થી 25 જૂન વચ્ચે થઈ શકે છે.
કેરળમાં ચોમાસું આવી ગયું છે. ચૌમાસાએ કેરળના 75 ટકા વિસ્તારને અસર કરી છે. ત્યારે રાજ્યમાં ચોમાસાની ઔપચારિક એન્ટ્રી અંગે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. ગુજરાતમાં 20 થી 25 જૂન વચ્ચે ઔપચારિક ચોમાસું આવી શકે છે. મહારાષ્ટ્રના એક સપ્તાહ બાદ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની ઔપચારિક એન્ટ્રી થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જો કે વાવાઝોડાની અસરને કારણે ભેજનું પ્રમાણ વધશે.