ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ખુબ જ ગંભીર હોવાનો એકરાર કરીને આગામી દિવસોમાં વધુ વિકટ સ્થિતિ આવવાની ભવિષ્યવાણી કરી હતી. અમેરિકા તરફથી ભારતને કોવિડ-19નો સામનો કરવા મળનારી સહાયની પ્રથમ રાશી અને સામાગ્રી શુક્રવારે ભારત પહોંચી હતી. જેમાં અમેરિકા તરફથી ભારતને 440 ઓક્સિજન સિલીન્ડર અને રેગ્યુલેટર્સ તેમજ 9,60,000 રેપિડ નિદાન ટેસ્ટની કિટ હતી. ભારત આ દરમિયાન કોવિડ-19 વેક્સિન માટે ટ્રિપ વેઇવર્સનો જથ્થો મેળવવા વિશ્વ વેપાર સંગઠનને દરખાસ્ત કરવામાં કાર્યવાહી કરી રહ્યું છે.
રવિવારે ગુગલના સીઈઓ પિચાઇએ મીડિયા સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતુ કે, સમગ્ર દુનિયામાં આજે ભારતમાં કોરોનાને કારણે વણસી ચુકેલી સ્થિતિની ચર્ચા થઈ રહી છે. ભારતમાં કોરોના સંક્રમણની ગતિ અને આરોગ્ય સુવિધાનો અભાવ જેવી બાબતોની નોંધ લઈને અત્યાર સુધીમાં અનેક દેશોએ મદદ કરવા તૈયાર દાખવી છે. ભારત અને અન્ય દેશોમાં કોરોનાની સ્થિતિ વિશે સતત મોનીટરીંગ થઈ રહ્યું છે. ભારતમા દવા, ઓક્સિજન તથા ઈન્જેકશનનો અભાવ અને દર્દીઓ તરફડતા હોવાની સ્થિતિ કોઈને પણ હચમચાવી નાંખે તેવી છે. જો કે, હજી પણ ભારતમાં વધુ વિકટ સ્થિતિ આવી શકે તેમ છે. પિચાઈએ વધુમાં કહ્યું હતુ કે, લોકો અહીંથી ભારતનું ધ્યાન રાખી રહ્યા છે. પ્રમુખ બાઇડેનથી માંડીને બ્લિન્કેન જેવા નેતાને પણ ભારતની ચિંતા છે. ભારતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટતાં ગુગલે પણ મદદનો નિર્ણય કર્યો છે. ભારતને ઉપયોગી તબીબી સામગ્રી માટે ગૂગલ રૂપિયા 135 કરોડની ફાળવણી કરશે. ભારતમાં આવી પડેલા સંકટ સમયે ગુગલ માનવતાના ધોરણે શક્ય એટલી તમામ મદદ કરશે.