યુરોપમા કોરોના વાયરસના સંક્રમણથી હાહાકાર મચી ગયો છે. 24 કલાકમાં જ સમગ્ર યુરોપમાં કોરોનાના નવા બે લાખ કેસ નોંધાતા સરકાર અને સત્તાધીશો સ્તબ્ધ થઈ ગયા છે. શુક્રવારે ફ્રાન્સમાં ફરી એકવાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરે તરખાટ મચાવ્યો હતો. આ સાથે જ પેરિસ સહિત ફ્રાન્સનાં ૧૬ શહેરોમાં એક મહિનાનું લોકડાઉન જાહેર કરી દેવાયું હતુ. ફ્રાન્સમાં ૨૪ કલાકમાં ૩૫,૦૦૦ નવા કેસ બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જુદા જુદા વેરિઅન્ટ સાથેના કેસ આવતા સરકારની મુશ્કેલી વધી છે.ૈં ઝ્રેંમાં હાલ યુવાન દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના સામેનો જંગ જીતવા માટે મથી રહેલા ફ્રાન્સના પીએમ જિન કેસ્ટેક્સે કહ્યું હતુ કે, આ વખતનું લોકડાઉન અગાઉની જેમ વધુ કડક ન હશે. નાગરિકોને જીવનજરૃરિયાતની ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે તેની દુકાનો ચાલુ રાખવાની જોગવાઈ આદેશ સાથે કરી દેવાઈ છે. આ ઉપરાંત નર્સરી, એલિમેન્ટરી અને હાઈસ્કૂલોને હજુ ચાલુ રાખવા સુચના જારી કરાઈ છે. રમતગમત અને કસરત માટે લોકો ઘરની બહાર નીકળી શકશે. યુરોપમાં ૨૪ કલાકમાં ૨ લાખથી વધુ કોરોનાગ્રસ્ત મળ્યા હતા. જેમાં ફ્રાન્સમાં ૩૪,૯૯૮, પોલેન્ડમાં ૨૭,૨૭૮, ઈટાલીમાં ૨૪,૯૩૫, જર્મનીમાં ૧૭,૮૬૦, યુક્રેનમાં ૧૫,૦૫૩, ચેક ગણરાજ્યમાં ૧૧,૯૨૮ નાગરિકો કોરોના પોઝિટવ આવ્યા હતા.