જય હિન્દ, જય માં ભારતી, 1949 થી, 7મી ડિસેમ્બરને દેશભરમાં સશસ્ત્ર સેના ઝંડા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે શહીદો અને ગણવેશ પહેરેલા સૈનિકોનું સન્માન કરે છે. કે જેઓ બહાદુરીપૂર્વક લડ્યા અને દેશના સન્માનની રક્ષા માટે આપણી સરહદો પર પોતાના જીવન ન્યોછાવર કરી દીધું. સૈનિકો એ કોઈપણ દેશની સૌથી મોટી સંપત્તિ છે.

તેઓ રાષ્ટ્રના રક્ષક છે અને દરેક કિંમતે તેના નાગરિકોનું રક્ષણ કરે છે. તેમની ફરજો નિભાવવા માટે, સૈનિકોએ તેમના જીવનમાં ઘણી બધી વસ્તુઓનું બલિદાન આપ્યું છે. માતૃભૂમિની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ વીર વીરોનો દેશ કાયમ ઋણી છે.

આવા ગૌરવપૂર્ણ દિવસ ના સન્માન મા BeFojji Organisation Trust દ્વારા સુરત જિલ્લાના અમરોલી ના કોસાડ સ્થિત પોતાના બીફૌજી સશસ્ત્ર દળોની ભરતી પૂર્વેનું પ્રશિક્ષણ મેદાન ખાતે તેની ઊજવણી કરવામાં આવી હતી કે જ્યાં BeFojji Organisation Trust દ્વારા એવા યુવાનો અને યુવતીઓ ના તાલીમ અર્થે ખુલ્લું મુકાયું છે કે જેઓ ભારતીય શસસ્ત્ર સેના મા જોડાવા માગે છે અને પોતાના જીવન ને દેશ સેવા માં સમર્પિત કરવા માગે છે. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે સુરત ના માજી સૈનિકો ઊપસ્થિત રહ્યા હતા અને સાથે એમ.એમ શાહ પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યા્થીઓ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થી કે જેઓ દેશ નું ભાવિ ભવિષ્ય છે. તેઓને ભારતીય શસસ્ત્ર સેના ઝંડા દિવસ ના મહત્વ અને ઇતિહાસ થી અવગત કરાવ્યા હતા.

સાથે સાથે BeFojji Organisation Trust દ્વારા ૧૫ મી ઓગષ્ટ પછી લોકો દ્વારા જાણતા અજાણતા રસ્તા પર અથવા તો અન્ય જાહેર જગ્યા પર થી ક્ષતિ ગ્રસ્ત અને દૂર્જલિત હાલત માં પડેલા તિરંગા કે જેઓ હવે ફરી ઉપયોગ થાય તેવી સ્થિતિ માં ના હોય તેવા તિરંગા માટે તિરંગા રક્ષા પેટી સુરત શહેર ના 3 વિસ્તાર માં મૂકી હતી અને ક્ષતિ ગ્રસ્ત તિરંગા એકઠા કરાયા હતા અને તેને સન્માન પૂર્વક ભારતીય ઝંડા સહિતા ૨૦૦૨ માં વર્ણવ્યા પ્રમાણે તિરંગા ને સેવા નિવૃત્ત કરાયા હતા. આશરે ૫૫૦૦ થી વધુ જેટલા તિરંગા પૂરા સુરત શહેર માના અલગ અલગ વિસ્તાર માંથી એકઠા કરાયા હતા. અને વિદ્યાર્થી તેમજ ત્યાં આવેલ લોકો ને તેના વિશે માહિતી આપવામાં આવી હતી.