તમિલનાડુના સાલેમમાં એક મહિલાએ ચાલતી બસની સામે આવીને જીવનનો અંત આણ્યો હતો. એવું કહેવાય છે કે મહિલાએ પોતાના બાળકોની ફી માટે આ ભયંકર પગલું ભર્યું હતું. તેમને આશા હતી કે તેમના મૃત્યુ પછી તેમને સરકાર તરફથી મળતું વળતર તેમના બાળકોની કૉલેજ ફી ચૂકવવામાં મદદ કરશે. પોલીસે મહિલાની ઓળખ સાલેમની 39 વર્ષીય પપ્પાથી તરીકે કરી છે, જે સાલેમ કલેક્ટર કચેરીમાં કામચલાઉ સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી.
સીસીટીવીમાં ઘટના રેકોર્ડ
ઘટનાનો 48 સેકન્ડનો સીસીટીવી વીડિયો મળી આવ્યો છે, પરંતુ ન્યૂઝ 18 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં મહિલા રોડની બાજુએ ચાલતી જોવા મળી રહી છે. રસ્તા પર ચાલતી વખતે મહિલા અચાનક ચાલતી બસની સામે આવી જાય છે. જે બાદ, સ્પીડિંગ બસ સાથે અથડાયા બાદ તે કૂદીને સામે પડી હતી. સંભવત: તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે.
મહિલાને ગેરમાર્ગે દોરવામાં આવી
સુત્રો પાસેથી માહિતી મળી છે કે મહિલા બે બાળકોની સિંગલ પેરન્ટ હતી. તેમની પુત્રી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના અંતિમ વર્ષની વિદ્યાર્થીની છે જ્યારે પુત્ર પોલિટેકનિકમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરે છે. પોલીસે માહિતી આપી, ‘મહિલા ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને કોઈએ તેને ગેરમાર્ગે દોર્યું કે તેને અકસ્માતમાં મૃત્યુ પછી વળતર મળે છે. જો કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
પુત્રએ પોલીસના નિવેદનને નકારી કાઢ્યું હતું
જો કે, પપ્પાથીના પુત્રએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેમને “ફેક ન્યૂઝ” ગણાવ્યા હતા. નામ ન આપવાની શરતે કહ્યું, ‘અમારા સંબંધીઓ ફી ભરવામાં મદદ કરી રહ્યા છે. આવતીકાલે તમામ હકીકત બહાર આવશે.