બ્લડ સ્ટોરેજ યુનિટનો પ્રારંભ: ખેરગામ તાલુકા મથકે એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ખાતે ૩૦ પથારીવાળા સંકુલમાં ભાજપાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી ચંદ્રકાંત પાટીલના વરદ હસ્તે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નું લોકાર્પણ અને બ્લડ સ્ટોરેજ યુનિટનો વંદે માતરમ ના નાદ સાથે શ્રી પાટીલનું અત્યંત ટૂંકા રોકાણમાં સ્વાગત થયું હતું સાથે જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર ખેરગામ તાલુકા પ્રમુખ રક્ષાબેન પટેલ જિલ્લા સમાહર્તા આદ્રા અગ્રવાલ ધારાસભ્ય શ્રી નરેશભાઈ જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, પ્રાંત અધિકારી આર સી પટેલ, જિ. પુ. અધિકારી અને ઇન્ચાર્જ અધિક કલેકટર વિશાલ યાદવ તથા ખેરગામના મામલતદાર મોદી અને અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી પાટીલના હસ્તે વેદ મંત્રોચ્ચાર સાથે દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી બ્લડ યુનીટ ખુલ્લુ મુકાયું અને બાદમાં પીએસએ-ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ થયું.
શ્રી વલ્લભભૂષણ વૈષ્ણવાચાર્ય પ.પૂ. શ્રી વ્રજરાજકુમારજી ગોસ્વામી મહોદયશ્રીની પ્રેરણા-ક્રૃપાથી -વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન- જે વિદેશી- વૈષ્ણવ ભક્તો દ્વારા સંચાલિત છે તેના દ્વારા ૩૧ની મેની સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના -સેવા હી સંગઠન-ના સૂત્રને ચરિતાર્થ કરતા સાત વર્ષના પંતપ્રધાનશાસનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ મા. શ્રી જેપી નડ્ડા દ્વારા રૂપિયા ૧૮૦ લાખના ખર્ચે નવ સ્થળે મીની ઓક્સિજન પ્લાન્ટનું વાસ્તવિક લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં સાંસદ-રા.પ્ર.પ્ર.શ્રી સી.આર.પાટીલની મદદથી ખેરગામ રેફરલને પણ એક યુનિટ રૂપિયા ૨૦ લાખનુ પ્રાપ્ત થયું હતું. જેના પ્રેરણાસ્ત્રોત વૈષ્ણવાચાર્ય બન્યા હતા. જે પ્લાન્ટ વ્યવસ્થિત બેસાડાયા બાદ માત્ર ૧૭ દિવસમાં પ્રાણવાયુ ઉત્પન્ન કરતું સંયંત્રનું લોકાર્પણ કરી ચાલુ કરવામાં આવ્યું હતું જેનાથી ચોવીસે કલાક ૨૦ જેટલા દર્દીઓને અવિરત પ્રાણવાયુ પુરો પાડવામાં આવશે, જે અમૂલ્ય જિંદગી બચાવવા માટે આદિવાસી વિસ્તારમા ખૂબ જ ઉપયોગી નીવડશે.
શ્રી પાટીલ અત્યંત વ્યસ્ત હોય કીંમતી સમય ફાળવીને પધારતા ટૂંકા રોકાણમાં ઝડપી પ્રક્રિયા પૂરી કરી હતી. જેમની સાથે પધારેલા મહાનુભાવો-પદાધિકારીનુ તબીબો સર્વશ્રી અધિક્ષકશ્રી દિવ્યાંગ પટેલ, કેતન પટેલ, વિપુલ પટેલ, ભરત પટેલ, ડૉ. વૈશાલી અને મિત્તલે પુષ્પગુચ્છ અર્પી સ્વાગત કર્યું હતું. અંતમાં એક્શન એડ એસો. નવસારી જિલ્લા પ્રતિનિધિ અનિલાબેન ગામીત દ્વારા રેફરલ હોસ્પિટલને પાંચ કંસન્ટ્રેટર અર્પણ કરવામાં આવતા શ્રી પાટીલે શાલ ઓઢાડી તેણીનું સન્માન કર્યું હતું,જેનો સ્વીકાર અધિક્ષક ડૉ. દિવ્યાંગે કર્યો હતો.અંતમા ડૉ.કેતને આભાર વ્યક્ત કર્યો હતો.
બોક્સ: રેફરલમાં અપૂરતું મહેકમ:
લગભગ ૨૧ વર્ષથી કાર્યરત ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લાંબા સમયથી અધિક્ષક વર્ગ-૧-તબીબ, સિ. ક્લાર્ક, જુ. ફાર્માસિસ્ટ,એક્ષ રૅ ટૅક. વાહનચાલક, ડ્રેસર અને ૧૦ -પટાવાળા, વોર્ડબોય, આયા,વૉચમેનની જગ્યાઓ ખાલી છે. જે જગ્યાઓ અધિક્ષક આઉટ સોર્સથી ભરીને ગાડું ચલાવે છે જ્યાં છેલ્લા અઢી માસમાં કોવિડ-૧૯ના ૨૩૬ દર્દીઓ દાખલ થયા, ૧૯૮ સાજા થયા, ૨૦ ને રીફર કરવામાં આવ્યા જ્યારે ૧૮ દર્દીના મોત થયા. ૨,૨૨૬ આરટીપીસીઆર અને ૩,૦૨૮ રેપિડ એન્ટીજન ટેસ્ટ થયા. ૪૫ થી ઉપરના ૪૨.૩૦ ટકા અને ૧૮ થી ૪૪ વચ્ચેમાં ૯.૩૧ ટકાનું રસીકરણ કરવામાં આવ્યું છે.