Headlines
Home » બીલીમોરાના બર્ડ પાર્કની વિશિષ્ટ કામગીરી મામલે પ્રાદેશિક કમિશનરએ પાલિકા ઈજનેર સંકેત પટેલને સન્માનિત કર્યા

બીલીમોરાના બર્ડ પાર્કની વિશિષ્ટ કામગીરી મામલે પ્રાદેશિક કમિશનરએ પાલિકા ઈજનેર સંકેત પટેલને સન્માનિત કર્યા

Share this news:

બીલીમોરા સોમનાથ દાદા ના સાંનિધ્ય માં પાલિકા એ બર્ડ પાર્ક ખુલ્લો મુક્યો હતો. સુરત પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ઓની કચેરી એ બીલીમોરા ની ઓળખસમાં બર્ડ પાર્ક ની વિશિષ્ટ કામગીરી મામલે પાલિકા ઈજનેર કર્મયોગી સંકેત દિનેશભાઇ પટેલ નું સન્માન પત્ર સાથે સન્માન કરી કામગીરી બિરદાવી હતી.
બીલીમોરા પાલિકા, સોમનાથ મંદિર અને દેસરા તળાવ લગોલગ ૩૨૧૯૨ ચો. ફૂટ વિસ્તારમાં વોટર વર્કસ ગાર્ડન ખુલ્લો મુક્યો હતો. જેમાં ૨૫૫ જેટલા દેશી-વિદેશી ૩૦ પ્રજાતિ ના પક્ષી, મેકાઉ પેરોટ, લવ બર્ડ, સસલા, માર્મોસેટ વાનર, ઉડતી ખિસકોલી, ગીનીપીટ, ઇગવાના મુલાકાતી માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.
તદઉપરાંત ફુવારા, રંગબેરંગી ડિઝાઇન, રમકડાં, કેન્ટીન, રેસ્ટ રૂમ સહિત અનેક આકર્ષણ ઉમેરાયા હતા.બીલીમોરા બર્ડ પાર્ક પક્ષી ઓ ના કલરવ સાથે કુદરતી વાતાવરણ પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે. જે થકી પાલિકા ના સ્વભંડોળ આવક માં વધારો થઈ રહ્યો છે. સુરત સાઉથઝોન નાં પ્રાદેશિક કમિશ્નર ડૉ ડીડી કાપડીયા(આઈએએસ)એ બીલીમોરા મ્યુનિસિપલ ઈજનેર સંકેત પટેલ નું સન્માનપત્ર સાથે બહુમાન કર્યું હતું. જેને કારણે પાલિકા વર્તુળ માં આનંદ વ્યાપી ગયો હતો.સંકેત પટેલ ની કામગીરીની ચોતરફ પ્રશંશાપાત્ર બની હતી.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *