- અમદાવાદ અને રાજકોટની મોટી હોસ્પિટલોમાં આગનાં બનાવો બાદ સાવચેત બનેલી રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ચાલતી મોટી હોસ્પિટલોની બાંધકામની કાયદેસરતા અને ફાયરસેફટીની તાકીદે ચકાસણી કરવાના આપેલા આદેશોનું વલસાડમાં કોઇ પાલન કરતું નથી
- હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં વાપી પાલિકાઍ આપેલી પરવાનગીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફક્ત ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર પર જ વાણિજ્ય હેતુની પ્રવૃત્તિ થઇ શકશે રેસીડન્સીયલ ફલેટોમાં કોઇપણ રીતે હોસ્પિટલ ચલાવી શકાશે નહીં, તેમ છતાં ઍપાર્ટમેન્ટનાં બીજા અને ત્રીજા માળે હોસ્પિટલ ચાલી રહી છે
- કોઇ ગંભીર ઘટના બને તો પેશન્ટો અને સ્ટાફને બહાર કાઢવા માટે કોઇ ઇમરજન્સી ઍક્ઝીટ પણ નથી? ફાયર સેફટીનું ઍનઅોસી ક્યાં છે? વાપી પાલિકા તંત્ર તાકીદે નાડકર્ણી હોસ્પિટલની વ્યવસ્થા તપાસે તે જરૂરી
વલસાડ,
રાજ્યમાં રાજકોટ અને અમદાવાદની મોટી હોસ્પિટલોના આઇસીયુ વિભાગમાં આગ લાગવાને કારણે સંખ્યાબંધ માણસો મૃત્યુ પામ્યા બાદ સરકારે દરેક જિલ્લામાં ચાલતી મોટી હોસ્પિટલોની પરવાનગી તેમજ ફાયર બ્રિગેડની સવલતો બાબતે અત્યંત કડક વલણ અખત્યાર કરેલું છે. રાજ્યમાં દરેક જિલ્લા કલેક્ટરશ્રીઅોને તેમની નગરપાલિકા હદ વિસ્તારનાં ચીફ અોફિસરોને તેમના વિસ્તારમાં ચાલતી મોટી હોસ્પિટલોની બાંધકામ પરવાનગીઅો, નગરપાલિકા દ્વારા હોસ્પિટલ શરૂ કરવા માટે આપવામાં આવેલી પરવાનગીઅો અને વિશેષ કરીને ફાયર સેફટીની સગવડ ઉભી કરવામાં આવી છે કે કેમ તેની ખાત્રી કરી લેવા જણાવ્યું છે. પરંતુ વલસાડ જિલ્લામાં પ્રશાસન અને નગરપાલિકાઅોના તંત્ર આ મામલે જરા પણ ગંભીર નથી. વાપીની ખ્યાતનામ નાડકર્ણી ૨૧લ્વ્ સેન્ચુરી હોસ્પિટલ ગુંજન જેવા અત્યંત ગીચ વિસ્તારમાં કોઇપણ જાતની પરવાનગી વગર રેસીડન્સીયલ ફલેટમાં ધમધમી રહી છે. આ હોસ્પિટલની ફાયર સેફટી બાબતે પણ તમામ પ્રશ્નો ઉભેલા છે પરંતુ વાપી નગરપાલિકા આ નાડકર્ણી 21st સેન્ચુરી હોસ્પિટલમાં કોઇ મોટી હોનારત થાય તેની રાહ જાઇ રહ્નાં છે.
વાપીનાં રેસીડન્સીયલ સર્વે નં.- ૨૯૬ અને સીટી સર્વે નં.- ૬૦/ઍ વાળી જમીનમાં આવેલા ઍ બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર ઉપર આ ૨૧લ્વ્ સેન્ચુરી હોસ્પિટલને રેડીયેશન થેરાપી સેન્ટર શરૂ કરવા માટે પાલિકાઍ ઍક નો-અોબ્જેક્શન પત્ર આપેલો છે જેમાં પાલિકાઍ જણાવ્યું છે કે, સદર સર્વે નંબરોવાળી જગ્યામાં ઍ બિલ્ડીંગના મંજૂર થયેલા પ્લાનમાં ભોîયતળિયે તથા પ્રથમ માળે વાણીજ્ય પ્રકારના હેતુ માટેનું આયોજન મંજૂર થયેલું છે. જીડીસીઆરનાં નવા કાયદાની જાગવાઇ મુજબ આયોજનમાં જા બિલ્ડીંગની બહારથી ઍફઍસઆઇ વધતી ન હોય તો તેવા કિસ્સામાં મંજૂરીની જરૂર રહેતી નથી. ૨૧લ્વ્ સેન્ચુરી હોસ્પિટલે ઍ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ તેમજ ફર્સ્ટ ફલોર પર રેડીયેશન થેરોપી સેન્ટરના મોડીફાઇડ પ્લાનને મંજૂરી આપવા અરજી કરી હતી. જેના સંદર્ભમાં વાપી નગરપાલિકાના ચીફ અોફિસરે નાડકર્ણી હોસ્પિટલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમારી અરજીના સંદર્ભ જાતાં જીડીસીઆરની જાગવાઇ મુજબ ઍફઍસઆઇ વધતી ન હોય તથા હેતુ આયોજન મુજબ વાણીજ્ય પ્રકારનો હોય કેન્સર હોસ્પિટલના હેતુસરનું આયોજન જે આપે રજૂ કયુ* છે તે મોડીફીકેશન પ્લાન મુજબ કરવામાં આવે તો કોઇ હરકત જણાતી નથી. પત્રમાં ચીફ અોફિસરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બિલ્ડીંગનાં મંજૂર થયેલા આયોજનમાં દર્શાવેલા બાંધકામના બહારના માપોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં. તેમજ ઉપરનાં માળોમાં રહેણાંક હેતુસરનાં મંજૂર થયેલ ફલેટનો ઉપયોગ રહેણાંક હેતુસરનો જ કરવાનો રહેશે. જા તેમ ન કરવામાં આવશે તો પરવાનગી રદ્દ કરવામાં આવશે. અને કેન્સર હોસ્પિટલનાં હેતુસર લેવાની થતી સંબંધિત વિભાગોની મંજૂરી મેળવી લેવાની રહેશે અને તેની જાણ નગરપાલિકાને કરવાની રહેશે અને ત્યારબાદ જ હોસ્પિટલમાં કામગીરી શરૂ કરવાની રહેશે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીફ અોફિસર વાપી નગરપાલિકાઍ નાડકર્ણી 21st સેન્ચુરી હોસ્પિટલ પ્રા. લી.ને ઉપરોક્ત પત્ર દ્વારા બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ અને પહેલે માળે હોસ્પિટલ શરૂ કરવામાં પાલિકાને કોઇ વાંધો હરકત નથી તેવી જાણ કરેલી છે. પરંતુ અત્યારે સ્થળ ઉપર સ્થિતિ તદ્દન વિપરીત છે. વલસાડ જિલ્લામાં કેન્સર ટ્રીટમેન્ટ માટે ખ્યાતનામ ઍવી આ નાડકર્ણી 21st સેન્ચુરી હોસ્પિટલે ગુંજન વિસ્તારનાં સદર સર્વે નંબરોવાળી જમીનમાં આવેલા બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોરની ઉપર બીજા અને ત્રીજા માળે રેસીડન્સીયલ ફલેટમાં હોસ્પિટલ ધમધમાવી દીધી છે. અહીં બીજા માળે અોપરેશન થીયેટર સહિતની સુવિધાઅો ઉભી કરી દેવામાં આવી છે. અને ત્રીજા માળે પણ હોસ્પિટલની કાર્યવાહી ચાલી રહી છે. હવે આ રેસીડન્સીયલ ફલેટની અંદર હોસ્પિટલ માટેની સગવડો ઉભી કરવા માટે નાડકર્ણી હોસ્પિટલનાં સંચાલકોઍ મંજૂર થયેલા પ્લાનમાં ધરખમ ફેરફારો કરી દીધા છે અને ફલેટોને કોમર્શીયલ હેતુમાં તબદીલ કરી દીધા છે. સૌથી મોટો મુદ્દો ઍ છે કે, હોસ્પિટલમાં બીજા અને ત્રીજા માળે કોઇ અઘટિત ઘટના બને તો ઇમરજન્સી ઍક્ઝીટની કોઇ જાગવાઇ નથી અને ફાયરબ્રીગેડના સેફટી માટે જે સાધનો ગોઠવવાના અને આગની ઘટના દરમ્યાન હોસ્પિટલમાં પાણી પૂરવઠો કેવી રીતે ઉપલબ્ધ થશે તેનું આયોજન પાલિકાને રજૂ કરીને તેની કોઇ ઍન.અો.સી. લીધી હોય તેવું જાણવા મળતું નથી.
સંઘ પ્રદેશ દમણ, સેલવાસ તેમજ મહારાષ્ટ્રનાં પાલઘર સુધીનાં વિસ્તાર અને સમગ્ર વલસાડ જિલ્લાનાં સંખ્યાબંધ કેન્સરનાં દર્દીઅો અહીં સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં ડોક્ટરોની અહીં ધમધોકાર પ્રેક્ટીસ ચાલી રહી છે. પરંતુ મુદ્દો ઍ છે કે, ધમધોકાર પ્રેક્ટીસ કરતી આ હોસ્પિટલનાં સંચાલકો સરકારી કાયદાઅો, નિયમો તેમજ હોસ્પિટલ ચલાવવા માટેની વિવિધ જાગવાઇઅોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્ના છે. હોસ્પિટલનું ફિઝીકલ સ્ટ્રક્ચર અને પ્લાનીંગ અને અત્યારે જે રીતે આ હોસ્પિટલમાં અોપરેશન થીયેટરથી માંડીને આઇ.સી.યુ. તેમજ પેશન્ટોને રાખવા માટેનાં રૂમો અત્યંત કન્જેસ્ટેડ રીતે ગોઠવાયેલા છે. આ હોસ્પિટલમાં ખરેખર જા કોઇ ગંભીર હોનારત થાય તો હોસ્પિટલનાં સ્ટાફ તેમજ પેશન્ટોને ઇમરજન્સી દરમ્યાન બહાર કાઢવાનું ખુબ જ મુશ્કેલ થઇ પડે તેવી જાખમી પરિસ્થિતિ છે.
ડો. પૂર્ણિમા અને ડો. કિશોર નાડકર્ણી ખ્યાતનામ ડોક્ટરો છે અને આ બંનેનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાઍ પણ પ્રચલિત છે. ગલ્ફ અને ઇરાન, ઇરાકનાં પેશન્ટો પણ ડો. પૂર્ણિમા અને ડો. કિશોર નાડકર્ણી પાસે ટ્રીટમેન્ટ લેવા આવે છે. વાપી ખાતેની આ 21st સેન્ચુરી હોસ્પિટલમાં ડો. કિશોર અને ડો. પૂર્ણિમાં નાડકર્ણીના દિકરા ડો. અક્ષય નાડકર્ણી અહીં કેન્સર હોસ્પિટલ ચલાવી રહ્ના છે. નાડકર્ણી ફેમીલી સુરત, પારડી અને વાપી ખાતે હોસ્પિટલો ચલાવે છે. ઍક સફળ ડોક્ટર તરીકે તેઅો આમજનતામાં આદરપાત્ર છે પરંતુ વ્યવસાય ધારાધોરણોમાં તેઅો કાયદાઅોની જાગવાઇઅોનો પાલન કરતાં નથી તે પણ ઍટલી જ હકીકત છે. 21st સેન્ચુરી હોસ્પિટલ વાપી જે પ્રિમાઇસીસમાં ચાલી રહી છે તે સલામતીનાં કોઇપણ ધારાધોરણો માટે કોઇપણ રીતે બંધ બેસતી નથી તે સત્ય છે. અમદાવાદ અને રાજકોટ જેવી ઘટના વાપીમાં નહીં બને તેવી જા તકેદારી રાખવી હોય તો વાપી પાલિકાઍ તાકીદે આ હોસ્પિટલની વ્યવસ્થાની ચકાસણી કરવી જરૂરી બની ગઇ છે.