નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, આશરે સાડા ચાર કિલો એમ.ડી નામક ડ્રગ્સ પકડાયું. ગુજરાત રાજ્યમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો ની ટીમ દ્વારા વાપીનાં ડુંગરી ફળિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાપી ખાતે કરવામાં આવેલ કાર્યવાહીમાં ૪.૫ કિલો એમ.ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા ડ્રગ્સને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘુસાડવા માટેની કોશિશ કરવામાં આવી રહી હતી. ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. લગભગ વીસ કલાક જેટલું આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી દરમિયાન લાંબા સમય થી આરોપીઓના રહેઠાણ અને કામ કરવાના સ્થળ ઉપર નજર રાખવામાં આવતી હતી, મળતી માહિતી મુજબ આ દરમ્યાન ૮૫ લાખ રોકડ રકમ પણ મળી આવી હતી. આ સમગ્ર ઘટનામાં બે માસ્ટર માઈન્ડ પ્રકાશ પટેલ અને સોનું નિવાસની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રકાશ ડ્રગ્સ બનાવતો હતો અને સોનું રામ માર્કેટિંગ કરી રહ્યો હતો. જ્યારે મહત્વની બાબત એ છે કે, લોકલ માર્કેટમાં આ એમ.ડી ડ્રગ્સની કિંમત ખૂબ વધુ હોય છે. આ કેસ બાદ ડ્રગ્સની સમગ્ર માયાજાળ ઉપરથી પરદો ઊંચકાય તેવી શક્યતા રહેલી છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ માછલીની પાછળના મગરમચ્છો કોણ કોણ છે અને તેઓ પકડમાં ક્યારે આવે છે.