વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તેવી સંભાવના વચ્ચે ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફરી કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 85 લાખ લેઉવા પાટીદારો અને 74 લાખ કોળી મતદારો છે.
સુત્રોના અહેવાલ મુજબ, નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે મહિના પહેલાં બંધ બારણે બેઠક થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે.
ગુજરાતમાં કોળી જ્ઞાતિની પણ મોટી વોટ બેન્ક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના સૌથી મોટા આગેવાનને પણ આમંત્રણ આપી રહી છે અને તેમાં કુંવરજી બાવળિયાનું નામ સૌથી મોખરે છે. રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે એવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની હાજરીમાં નરેશ પટેલ કોંગ્રેસમા જોડાશે અને સાથે એવું પણ બની શકે કે કુંવરજી બાવળિયાને પણ ફરી કોંગ્રેસમાં એન્ટ્રી થઇ શકે.
ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો મોટું પરિબળ છે,