મોદી સરકારમાં નીતીન ગડકરીને જે મંત્રાલયનો હવાલો અપાયો છે તેવુ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય નવી સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. મોટી કામગીરી ઓછા સમયમાં કરીને આ મંત્રાલય આંતર રાષ્ટ્રીય સ્તરે ઝળકશે. ગડકરીએ છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ટોલનાકા પર ફાસ્ટેગ અને વાહનો પર ગ્રીન ટેક્સ લાદવા જેવા નિર્ણયો કર્યા છે. મોદી સરકારમાં સંઘના વરિષ્ઠ નેતા અને સ્પષ્ટ વકતા તરીકેની છાપ તેઓ ધરાવે છે. હવે તેનાના તાબા હેઠળના રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીના કામની લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં નોંધ થવા જઈ રહી છે. ગ્દઁછૈં એ ૨૫.૫૪ કિલોમીટરના સિંગલ લેન કામને માત્ર ૧૮ કલાકમાં પૂરું કરીને મંત્રાલયે રેકોર્ડ નોંધવા દાવો કરી દીધો છે. ગડકરીએ આ વિશે વિગતો જાણકારી મેળવ્યા બાદ હાઈવેની કામગીરીમાં જોતરાયેલા તમામ ૫૦૦ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સહિત ગ્દઁછૈંની કામની સરાહના કરી હતી.
નિતિન ગડકરીએ કહ્યું કે હાલમાં સોલાપુર-વિજાપુર હાઇવેના ૧૧૦ કિલોમીટરનું કામ પ્રગતિમાં છે. ઑક્ટોબર ૨૦૨૧ સુધીમાં તે પૂરું થઇ જાય તેવા પ્રયાસો રહેશે. ગડકરીએ ઉત્તરાખંડ માટે શુક્રવારે દિલ્હી-દેહરાદૂનના નવા ઇકોનોમિક કોરિડોરની પણ જાહેરાત કરી હતી. ૨૧૦ કિલોમીટર કુલ લંબાઇના ૬-લેનના આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૨૩૦૦ કરોડ છે. ઑગસ્ટ ૨૦૨૧ સુધીમાં આ પ્રોજેક્ટ ઍવૉર્ડ હશે અને ૨૦૨૩ સુધીમાં પૂરું થશે. દરમિયાન હાલ નેશનલ હાઇવે ઓથોરિટીએ સોલાપુર-વિજાપુર હાઇવે ૪-લેનનું કામ હાથ ધર્યું છે. જેમાં ૨૫.૫૪ કિલોમીટરના સિંગલ લેન ડાંબરીકરણ કામને ૧૮ કલાકમાં પૂરું કરવામાં આવ્યું હતુ. કોન્ટ્રાકટર કંપનીના ૫૦૦ કર્મચારીઓએ આ માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગડકરીએ આ બાબતની નોંધ લઈને કર્મચારીઓ સહિત નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટના ડાયરેકટર, અધિકારી, કોન્ટ્રાકટર કંપનીના પ્રતિનિધિ અને પ્રોજેક્ટના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.