સુરતના મહિડા ભવન ખાતે ઉદ્યોગ ગૃહો અને શૈક્ષણિક સંસ્થાનોને એક મંચ પર લાવી એમ્પ્લોયમેન્ટ રેડી વર્કફોર્સ પેદા થાય એવા હેતુથી એક દિવસના રાષ્ટ્રીય સ્તરનો એક વર્કશોપ યોજાયો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ક્ષમતા નિર્માણ અને કારકિર્દીલક્ષી વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહેલ છે. રાજ્યના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, ઇંટેલેકચ્યુલ પ્રોપર્ટી (પેટન્ટ) નોંધણી, માઈન્ડ ટુ માર્કેટ, વુમન આંત્રપ્રીનીયોર વિ. જેવા. રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રયાસો શરૂ થયેલ છે.
શિક્ષણ અને ઉદ્યોગ બે ભારત દેશના અર્થતંત્રના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આપણી વિકાસથી અર્થવ્યવસ્થા માટે ઉત્તેજન અને રોજગાર માટે તૈયાર કાર્યબળ માટે આ બંને આધારસ્તંભો વચ્ચે સહયોગ અતિ મહત્ત્વનો બની રહે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાનો અને ઉદ્યોગો દ્વારા આ સકારાત્મક અભિગમની શરૂઆત થઇ ગયેલ છે, જેના ભાગરૂપે ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) સાઉથ ગુજરાત લોકલ સેન્ટર, સુરત તથા એ. વાય. દાદાભાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ-કોસંબા ના સંયુક્ત પ્રયાસથી ” Industry-academia collaboration for future engineering innovation and solutions” ના શીર્ષક હેઠળ એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળ આયોજન તા. ૦૬/૦૩/૨૦૨૧ ના રોજ મહિડા ભવન, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. વી.એસ. પુરાણી, આચાર્ય સરકારી ઇજનેરી કોલેજ-વલસાડ, કીર્તિ શેઠના (ચેરમેન), પ્રો. એમ. એમ. દાલ ચાવલ, પ્રો. કે.એચ.પટેલ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ નો મુખ્ય હેતુ ઉદ્યોગગૃહો અને શૈક્ષણિક સંસ્થાનો ને એક જ મંચ પર લાવી employment ready workforce ઉત્પન્ન કરવાનો હતો. આ વર્કશોપમાં પ્રીતિ સખરે, HR Manager, TUV, પુણે, શૈલેષ ઠક્કર- Advisor TRIFED, દેવલ દવે જોશી-કોર્પોરેટ ટ્રેઈનર વિ. એ મુખ્ય વક્તા તરીકે વ્યાખ્યાન આપ્યા હતા. પ્રો. કેતન ડી. પંચાલ, ડૉ. એસ. & એસ.એસ. ગાંધી સરકારી ઈજનેરી કોલેજ, સુરત દ્વારા આ વર્કશોપનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ૬૦થી વધુ પ્રતિસ્પર્ધીઓ એ આ રાષ્ટ્રીય સ્તરના વર્કશોપમાં ભાગ લીધો હતો.