ધ ટાઇમ મેગિઝિને અમેરિકાના ડેનવર, કોલોરાડોમાં જન્મેલી અને મૂળ ભારતીય તરૂણી ગીતાંજલી રાવને હાલમાં કિડ ઓફ ધ યર તરીકે જાહેર કરી છે.
ગીતાંજલીમા ઉંમર 15 વર્ષની છે. તેણી સોશિયલ મીડિયા માટે સંસ્કારી ભાષા શીખવે છે. ખૂબ જ હોંશિયાર ગીતાંજલી રાવે પાણીમાંથી શીશુ દુર કરવાનું ટેથાઇસ નામનું ઉપકરણ વિકસાવ્યું છે. આ સંશોધન કાર્ય સાથે તે 5000 બાળ વિજ્ઞાનીઓની ર્સ્પધામાં પ્રથમક્રમે રહી હતી. નાની વયે ગીતાંજલીએ હાંસલ કરેલી સિદ્ધિ અન્યો માટે પ્રેરણારૂપ છે. ગીતાંજલી કહે છે કે. બધી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારો સમય ન બગાડો. તમને જે કામ ગમતું હોય તેમાં મંડયા રહો. અત્યાર સુધીમાં ગીતાંજલીએ 6 સંશોધનની ભેટ દુનિયાને આપી છે. સોશિયલ મીડિયામાં અપશબ્દ અને કુસંસ્કારી ભાષાના પ્રયોગનો વ્યાપ છેલ્લાં કેટલાક સમયથી વધ્યો છે. ગીતાંજલીએ બનાવેલી એપમાં જો કોઇ અપશબ્દ કે ખરાબ ભાષાનો ઉપયોગ તમારા પર આવતા સંદેશામાં થયો હશે તો તે એપ તમને એલર્ટ કરે છે. ગીતાંજલીએ ડ્રગ વ્યસનીઓને મુકત કરવા માટે પણ એપિઓન નામનું ઉપકરણ બનાવ્યું છે. ગીતાંજલી કોવિડ-19ની વેકસીનના વિતરણમાં ટેકનોલોજીના ઉપયોગ પર સંશોધન કરી રહી છે. તેણીએ બનાવેલી કાઇન્ડલી નામની એપ બાળકોને અને પરિવાજનો માટે ઉપયોગી છે. સાયબર બુલીંગ સામે આ એપ મદદરૃપ પુરવાર થશે. ધ ટાઇમ મેગેઝિને ગીતાંજલીને કિડ ઓફ ધ યર જાહેર કરી તે પછી હોલીવુડની જાનદાર અભિનેત્રી એન્જેલિના જોલીએ પણ ગીતાંજલીનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેમાં અભિનેત્રી ગીતાંજલીની વાતોથી પ્રભાવિત થઇ હતી.