અમેરિકામાં 192 સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાનું આયોજન થાય છે. પરંતુ દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતુ. આ વખતે અમેરિકામાં કોરોનાની જોર ઘટતાં અમેરિકી સ્ક્રીપ્સ સ્પેલિંગ બી સ્પર્ધા યોજવા કવાયત હાથ ધરાઈ છે. આ વર્ષે પણ આ સ્પસ્ધાના 11 ફાઈનાલિસ્ટમાં ભારતીય મૂળનાં 9 બાળકો છે. 20 વર્ષથી આ સ્પર્ધામાં ભારતીય મૂળનાં બાળકોનો દબદબો જોવા મળી રહ્યો છે.
નેશનલ સ્પેલિંગ બીમાં ભારતવંશી બાળકોની જીતથી આ સ્પર્ધા પ્રત્યે એક ક્રેઝ બની ગયો છે. ભારતીય સમાજમાં એકેડેમિક સિદ્ધિઓને ખૂબ જ વધારે સન્માન અપાય છે. આ સાથે જ ઉમદા યાદશક્તિ અને ઊંચા લેવલની માહિતી રાખવી એક પ્રતિષ્ઠાની વાત હોય છે. ડ્રિયુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સંજય મિશ્રાના મતે 2000ની સાલ બાદ અમેરિકામાં 60 ટકા ભારતીય પ્રવાસી આવ્યા હતા. દર વર્ષે સવા કરોડ બાળકો અમેરિકી સ્ક્રીપ્સ સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લે છે. અમેરિકામાં સ્કૂલ જનારાં બાળકોમાં ભારતીય મૂળનાં બાળકોની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે, આમ છતાં આ વર્ષે 8 જુલાઇએ યોજાનાર સ્પર્ધામાં ફાઈનલમાં 11 બાળકો પહોંચ્યા છે. જેમાંથી 9 બાળકો ભારતીય મૂળનાં છે.
આ બાબતે નિષ્ણાંતો કહે છે કે, અંગ્રેજીના 5,00,000 શબ્દો યાદ કરવા પૂરતું નથી. પરંતુ સારી યાદશક્તિ, કોચિંગ, ખેલ ભાવના, સ્પર્ધા પ્રત્યે ગર્વનો ભાવ જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય વંશના બાળકોમાં આ બાબત વધુ છે. તેથી સ્પેલિંગ બી, ગણિત અને વિજ્ઞાનની સ્પર્ધાઓમાં ભારતીય મૂળનાં બાળકો શાનદાર પ્રદર્શન કરતાં રહે છે. મળતી વિગતો મુજબ 2016-17માં એચ1 બી વિઝાધારકોની સંખ્યા આશરે 75 ટકા હતી. આ પ્રવાસીઓએ બાળકોના પ્રોફેશનલ અને વધારે શિક્ષિત થવા મામલે સ્થિતિ બદલી છે.
1985માં બાલુ નટરાજને આ સ્પર્ધા જીતી પ્રથમ ભારતવંશી હોવાનું ગર્વ પ્રાપ્ત કર્યું હતું. હવે તે કહે છે કે જ્યારે હું વિજેતા બન્યો ત્યારે આ સ્પર્ધા અંગે કંઈ વિચાર્યું નહોતું. આજની પેઢી એક ડગલું આગળ વધી મહેનત કરે છે. 27 જૂને ફાઈનાલિસ્ટમાં પોતાનું સ્થાન મેળવનાર ભારતીય મૂળની 14 વર્ષીય આશ્રિતા ગાંધારી કહે છે કે, આ સ્પેલર્સ અને સ્પેલર્સનો મુકાબલો નથી. પરંતુ સ્પેલર્સ અને ડિક્શનરીનો મુકાબલો છે. આ વર્ષે સૌથી નાની વયની સેમિ ફાઈનાલિસ્ટમાં 10 વર્ષની તારિણી નંદકુમાર છે. તેણે કહ્યું કે આગામી વર્ષે ફરી મહેનત કરી વિજેતા બનીશ. મારો ભાઈ કેટલાક વર્ષ પહેલાં આ સ્પર્ધામાં 19મા રેન્ક પર હતો. આ ઉપરાતં ફાઈનાલિસ્ટ આશ્રિતા કહે છે કે, તે દરરોજ 10 કલાક પ્રેક્ટિસ કરે છે. 3 કોચ પાસેથી તે સતત માર્ગદર્શન મેળવે છે.