લગભગ દોઢ વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ કોરોનાને લીધે બંધ રહેતા અને ઓનલાઇન શિક્ષણ શરૂ થતા વાલી અને વિદ્યાર્થીઓ બંને પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક પકડાતું ના હોય ગ્રામ્ય બાળકોની હાલત તો વધુ ખરાબ થાય છે. ૨૬ જુલાઈથી ફરી શાળાઓ શરૂ થઈ રહી છે જે બંને પ્રકારે શિક્ષણ આપશે, ઓફલાઈન અને ઓનલાઇન. બાળકોની હાજરી મરજિયાત છે, હાજર રહેનાર બાળકે વાલીનું સંમતિપત્ર લાવવું જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શિક્ષણ માટે ટીવી માધ્યમનો ઉપયોગ કરે છે પણ તેને જોઈએ તેવી પ્રસિદ્ધિ આપતું નથી ગુજરાતમાં માત્ર ડીડી ગિરનાર પર અન્ય નિયમિત કાર્યક્રમો બંધ રાખી સવારે નવથી સાંજના ચાર- ૨૨થી૩૧મી સુધી શિક્ષણ અપાશે. જેને હોમ લર્નિંગ એજ્યુકેશન કહેવાય છે.
સરકાર મોબાઈલ નેટના દુઃખી લોકોને મફતમાં ડીડી ફ્રી ડીશ- આપીને ઓનલાઇન શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે. આ ફ્રી ડીશ મા 155 ચેનલમાં 5 ટેસ્ટ માટેની છે જેના પર ભવિષ્યમાં ચેનલ ચાલુ થશે જ્યારે દૂરદર્શનની તમામ ચેનલો પ્રસારિત થાય છે ૫૦થી વધુ ચેનલો ખાનગી કંપનીની મનોરંજન સમાચાર ફિલ્મો, સંગીત અને ધાર્મિક ચેનલો છે. જેમાં 12 ચેનલ ઈવિધ્યા છે જ્યારે 22 ચેનલ સ્વયંની છે, ૧૪ ચેનલ ગુજરાતની ડીડી વંદે ગુજરાત છે જે તમામ શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરે છે પરંતુ તેનો પ્રચાર-પ્રસાર સરકાર કરતી નથી. આજે દરેક ઘરે ઝૂંપડામાં દૂરદર્શનના એન્ટેનાને બદલે કેબલના છેડા કે ખાનગી પૅ ચેનલ ડીટીએચ દ્વારા પૈસા ચૂકવીને ટીવી કાર્યક્રમો જોવાય છે જ્યારે સરકાર ફ્રી ડીશ પાછળ કરોડો રૂપિયાનું આંધણ ખર્ચે છે જેમાં મનસ્વી દખલ કરીને આસ્થા સંસ્કાર જેવી વધુ જોવાતી ચેનલ ચાલુ બંધ કરી તેના ગ્રાહકોને પરેશાન કરે છે ડીડી ફ્રી ડીશમાં એચડી ચેનલ નું કામ જ નથી છતાં તેમા ખોટું આંધણ કરે છે.
જો ગુજરાત સરકાર ગામડામાં ટીવી ધારકોને મફતમાં દુરદર્શનની ડીશ આપે તો દૂરદર્શનની ચેનલો સહિત શિક્ષણની ચેનલોના પણ વધુ દર્શકો થાય, ગ્રામ્ય વિદ્યાર્થીઓને ફાયદો થાય.
કેન્દ્ર સરકારે દૂરદર્શનની મફત ડીશ-રીલે કેન્દ્ર દ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમો કેટલા લોકો જુએ છે તેની મોજણી કરે તો ખબર પડે કે ખોટનાં ધંધા કરી રહ્યા છે.
આગામી ૧૮મી ઑગસ્ટથી ભાવનગર દુરદર્શન હસ્તકના ધારી રાજુલા મહુવા અને પાલીતાણા આ ચાર લઘુ શક્તિ પ્રક્ષેપણ કેન્દ્ર બંધ થઈ રહ્યા છે જેના કોઈ દર્શક નથી જ્યારથી કેબલ અને ખાનગી ડીટીએચ આવી છે ત્યારથી દૂરદર્શનના એન્ટેના દ્વારા કાર્યક્રમો જોનાર એક પણ વ્યક્તિ કે ઘર નથી છતાં કેન્દ્ર સરકાર આવા રિલે કેન્દ્રો, જેના જોનારા કોઈ નથી, ચાલુ રાખીને અબજો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે સુરતમાં પણ હાઈ પાવર ટ્રાન્સમિશન દ્વારા દુરદર્શન-નેશનલ, ગિરનાર અને ડીડીન્યુઝ પ્રસારિત કરે છે જેને એક પણ વ્યક્તિ ઍન્ટેના લગાવી જોતો નથી તો પછી તેને ચાલુ રાખવાનો મતલબ શું?તે બંધ કરી તેના નાણાંની બચત કરીને ઘરે ઘર દુરદર્શનની ડીશ મફત વિતરણ કરી લોકોને દુરદર્શનના કાર્યક્રમો જોવા પ્રોત્સાહિત કરવા જોઈએ જેમાં શિક્ષણના કાર્યક્રમોથી ગામડાના વિદ્યાર્થીઓનું ઘણું ભલુ થશે. સંસદ સભ્યો ધારાસભ્યો અંગત રસ લઈને આ બાબતે જાતે તપાસ કરીને કેન્દ્ર સરકારને રજૂઆત કરે તો પ્રજાના અબજો રૂપિયા બચી જશે. દુરદર્શન વધુ લોકભોગ્ય થશે.