ભારતમાં કોરોના વાયરસ ફરીવાર ઉપાડો લઈ રહ્યો હોવાથી સરકારની ચિંતા વધી છે. એક તરફ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ દેશના 15 રાજ્યોમાં કોરોનાના સરેરાશ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન ઝડપભેર ચલાવવા નિર્ણય કર્યો છે.
કોરોનાને નાથવા માટેના એક પગલામાં સરકારે નવી ગાઈડલાઈનને અમલી બનાવી દીધી છે. જેમાં રેસ્ટોરેન્ટ, ધાર્મિક સ્થળો અથવા જે સાર્વજનિક સ્થળોએ આ બંને સંસ્થાનો ચાલે છે તેવી જગ્યાએ કેટલીક સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે.
નવી માર્ગદર્સિકામાં કેટલાક જૂના નિર્દેશોને યથાવત રખાયા છે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશ સમયે ફરજિયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ પ્રક્રિયાનો સમાવેશ કરી દેવાયો છે. માત્ર એસિમ્પટમેટિક લોકોને જ ધાર્મિક સ્થળોએ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે તેમ પણ જણાવાયું છે.
મોલ્સ, રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળોની યાદી પણ આ સાથે જાહેર કરાઈ છે વધુમાં જાહેર સ્થળોએ માસ્કને ફરી ફરજિયાત કરી દેવાયું છે. ઉપરાંત રેસ્ટોરન્ટમાં જ બેસીને જમવાના એટલે કે ડાઇન-ઇનને બદલે ટેકઅવેની નીતિ ચાલુ કરવા સુચના આપવામાં આવી છે. વધુમાં રેસ્ટોરન્ટના સંચાલકોને ફૂડ ડિલિવરી કરવા ફરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. સાથે જ હોમ ડિલિવરી માટે પરવાનગી આપતા પહેલા તે વ્યવસ્થામાં સામેલ કર્મચારઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. પાર્કિંગના સ્થળોમાં ભીડ ન થાય તે માટે ધાર્મિક સંસ્થાનો તથા હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોએ ખાસ તકેદારી રાખવી પડશે. જયારે સ્ટોરન્ટમાં 6 ફૂટનું શારીરિક અંતર જાળવવાનું રહેશે. આ માર્ગદર્શિકાને તાત્કાલિક ધોરણે સરકારે લાગુ કરી દીધી છે.