બે મહિનાથી ડેટાના ઉપયોગ મુદ્દે WhatsAppએ અપનાવેલી નવી પ્રાઈવસી પોલિસીને કારણે યુઝર્સમાં હજી પણ અસંતોષ છે. આ અંગે કેટલાય યુઝર્સે વોટ્સએપ કંપની સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તો કેટલાક વોટ્સએપથી દૂર રહેવાનો રસ્તો પણ અપનાવ્યો છે. આ ગતિવિધિઓથી ચિંતિત વોટ્સએપે યુઝર્સને કેટલીક વધુ સુવિધા આપવા માંડી છે.
નવી પોલીસીની અસર વોટ્સએપને વર્તાય રહી હોય તેમ ટેલિગ્રામ અને Signal જેવી એપ્સ હવે તેની સામે સ્પર્ધામાં દેખાવા માંડી છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે વોટ્સએપે ફરી ગંભીરતાથી નિર્ણયો લેવાનું શરૃ કર્યું છે. યુઝર્સને પોતાની સાથે જોડી રાખવા માટે કંપની હવે નવા નવા ફીચર લોન્ચ કરવામાં જોતરાય છે. વોટ્સએપે વધુ એક ફીચરની સુવિધા યુઝર્સ માટે શરૃ કરી છે. જેમાં યુઝર્સને પહેલાં કરતાં વધારે સુવિધા આપવામાં આવશે તેવો દાવો કંપનીએ કર્યો છે. હવે પછી ગ્રૃપનો આઈકોન અને સબ્જેક્ટ કોણ બદલી શકે અને કોણ નહીં તેને મંજૂરી આપવાની સત્તા પણ ગ્રુપ એડમીનને અપાઈ છે.
એડમિન અન્ય સભ્યોને આપેલી એડમિન પરમિશનને દૂર કરવા પણ સક્ષમ હશે. વોટ્સએપ યુઝરને હવે મેન્શન ફીચર મળશે. જેને ગ્રૃપ કેપ અપ નામથી આપવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ તે તમામ મેસેજને જોઈ શકે છે જેમાં તેને મેન્શન કરાયો હોય. આ માટે યુઝરને બસ @ બટન ટેપ કરવું પડશે જે ચેટ બોક્સના નીચે મળશે. કંપનીના સુત્રોના મતે નવા અપડેટેડ વોટ્સએપમાં ગ્રૃપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ અને વોટ્સએપ એડમિનને પહેલાંથી વધારે ફીચર્સની સુવિધા હશે. નવા ફીચરમાં ગ્રૃપ બનાવનાર ડિસ્ક્રિપ્શનને સામેલ કરાયું છે. આ સાથે જ ગ્રુપમાં સામેલ અન્ય સભ્યોને પણ તેની મંજુરી મળી શકે છે. નવી સુવિધામાં ગ્રુપમાં જોડાયેલા એક મર્યાદીત સંખ્યાના સભ્યોને ડિસ્ક્રિપ્શન આપતાં અટકાવી શકાય તેવી સુવિધા છે.