છેલ્લાં 15 મહિનામાં દુનિયામાં કોરોના વાયરસે સ્વરુપો બદલ્યા છે. ભારતમાં દેખાયેલો એક નવો વોરિયન્ટ બાળકો માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સ્ટ્રેન બાળકો માટે વધારે ખતરનાક સાબિત થવાની ચેતવણી અપાઈ છે. સિંગાપોરમાં રવિવારે આ પ્રકારના વોરિયન્ટના 38 નવા કેસ નોંધાયા હતાં. જેમાં ચાર બાળકો પણ કોરોના પોઝિટવ રહ્યા હતા. સિંગાપોરે કોરોનાના પ્રસારને રોકવા માટે બુધવારથી આગામી 28 મે સુધી પ્રાઇમરી અને સેકંડરી સ્કૂલ તથા જુનિયર કોલેજીસને બંધ કરવાનો આદેશ કર્યો છે.
ઘટના બાદ સિંગાપુરની સરકારે કહ્યું છે કે, ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. સિંગાપુરના શિક્ષામંત્રી ચુને કહ્યું હતુ કે, નવો વોરિયન્ટ માત્ર બાળકોને સંક્રમિત કરીને સંતોષ માને તેમ નથી. તે પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસના મ્યૂટેટ વર્ઝન ખતરનાક સાબિત થઇ રહ્યા છે. આ વોરિયન્ટ હવે કિશોરો અને બાળકોને નિશાન બનાવે છે. સિંગાપુરમાં કિશોરો માટે વેક્સિનેશનની યોજના ટૂંક સમયમાં અમલમાં આવશે. જેમાં 16 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવાનું આયોજન છે. સિંગાપુરમાં રવિવારે આ ભારતીય વેરિયન્ટના નવા 38 કેસ અને સોમવારે 333 કેસ નોંધાયા હતા.
જેની જાણકારી મળતા જ સીંગાપુરમાં આરોગ્ય સુવિધાને વધુ સજજ કરવા કવાયત થઈ રહી છે. રવિવારે નોંધાયેલા 38 કેસમાં ચાર બાળકો પણ વાયરસથી સંક્રમિત મળ્યા હતા. ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન બી. 1.617થી ઓળખાય છે. જે બાળકોને વધુ અસર કરી રહ્યો છે. શિક્ષામંત્રી ચુને વધુમાં કહ્યું હતુ કે, હાલ બાળકોમાં સંક્રમણ નહીં ફેલાય તે માટે સરકારે પ્રાઇમરી અને સેકેન્ડરી માધ્યમની તમામ શાળાઓનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં કોરોના સંક્રમણના 61000 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંગાપુરમાં વાયરસના સંક્રમણને રોકવા ગાઈડલાઈન અમલમાં મુકાઈ છે.