ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીકળવાનું સૌથી મોટું કારણ વાયરસનો નવો વેરિયન્ટ જ છે. આ વોરિયન્ટ ખૂબ જ ચેપી હોવાથી ભારતમાં દરરોજ લાખો લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. આ વેરિયન્ટ શરીરમાં રસીને બેઅસર કરી દેશને માથે મોટુ જોખમ નોતરી શકે છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતુ. માડિયા સમક્ષ ભારતની સ્થિતિ વિશે વિગતો આપતા તેમણે કહ્યું હતુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં દરરોજ લાખો લોકો વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. આ બાબત નવો વોરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે. ગત શનિવારે ભારતમાં પ્રથમ વખત કોવિડ-19ને કારણે 24 કલાકમાં 4000થી વધુ દર્દીના મોત થયા હતા. સાથે જ આ દિવસે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 4 લાખથી વધુ નોંધવામાં આવી હતી. 2020ના ઓક્ટોબરમાં પ્રથમ વખત ભારતમાં કોવિડ-19નો B.1.617 વેરિયન્ટ મળી આવ્યો હતો. જે બાદ ભારતમાં વાયરસનો ફેલાવો થતો રહ્યો છે. આ સાથે નવો વોરિયન્ટ દેખાઈ રહ્યો છે. ભારતમાં હાલમાં ફેલાતો વેરિયન્ટ સૌથી ઝડપથી ફેલાઈને લોકોને શિકાર બનાવી રહ્યો છે. WHOએ તાજેતરમાં તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરનેટના રૂપમાં લિસ્ટેડ કર્યું છે. જે વાયરસની કેટલીય વિવિધ પેટાજાતિઓ, વિવિધ પ્રકારના મ્યુટેશન અને તેમની લાક્ષણિકતાઓની ગણતરી કરે છે. આ એક સંકેત છે કે આ વેરિયન્ટ તેના મૂળ સ્વરૂપ કરતા વધુ જીવલેણ અને ચેપી છે. અહિયા સુધી કે આ વેરિયન્ટ શરીરમાં વેક્સિન પ્રોટેક્સને માત આપી શકે છે. એટલે કે તમે જો રસી લીધી હોય તો તેના કીટાણુંનો પણ તે નાશ કરી શકે છે.
સ્વામિનાથને વધુમાં કહ્યું હતુ કે, ગત અઠવાડિયે જ દિલ્હીમાં પણ કોરોનાએ ભારે કેર વર્તાવતા દવા, ઈન્જેકશન અને ઓક્સિજન જેવી સુવિધાની તંગી પડી હતી. વાસ્તવમાં ઉત્તર ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં બીજી લહેરની અસર વધુ ખતરનાક થઈ રહી છે. તેથી આ સમયગાળા દરમિયાન ભારતમાં કોરોનાથઈ મોતને ભેટેલા લોકોનો આંકડો વધુ હોઈ શકે છે. યુ.એસ. અને યુ.કે. સહિતના કેટલાક રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓએ B.1.617 વેરિયન્ટ વિશે ચિંતા વ્યક્ત કરી છે. હવે ડબ્લ્યુએચઓ ટૂંક સમયમાં તે અંગે ગંભીરતાથી કામગીરી આગળ ધપાવે તેવી આશા છે. B.1. 617 વેરિયન્ટ ચિંતાજનક હોઈ શકે છે કારણ કે તેમાં કેટલાક મ્યૂટેશન એવા છે જે ટ્રાન્સમિશનમાં વધારો કરે છે અને રસી અથવા કુદરતી ચેપથી ઉત્પન્ન થતાં એન્ટિબોડીઝને બનતા અટકાવે છે. ભારતમાં ઝડપથી વધતા જતા કેસો અને મૃત્યુ માટે આ એકલાને પણ જવાબદાર ગણી શકાય નહીં. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થવાને કારણે અહીં પરિસ્થિતિ કથળી છે. રાજકીય નેતાઓએ યોજેલી ચૂંટણી રેલીઓને પણ સંક્રમણની ગતિ માટે દોષી ઠેરવી શકાય તેમ છે.
સ્વામિનાથે એમ પણ કહ્યું હતુ કે ભારતમાં અપાયેલી છુટછાટને કારણે લોકોને કોરોના સંકટ પરુ થઈ ગયુ છે તેમ લાગ્યું હતુ. તેથી તેઓએ ગાઈડલાઈનનું પાલન કરવાનું છોડી દીધું હતુ. જેને કારણે કોરોનાને ફરી હુમલો કરવાની તક મળી ગઈ છે. કોરોનાના આ ખતરાને માત્ર રસીના આધારે રોકવો અશક્ય છે. ભારત વિશ્વનો સૌથી મોટી રસી ઉત્પાદક દેશ છે અને 130 કરોડની વસ્તી ધરાવતા આ દેશની કુલ વસ્તીના માત્ર 2 ટકાને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે. તેથી દેશમાં ગાઈડલાઈનનું કડક પાલન કરાવાય તે આવશ્યક છે.