અમદાવાદના નિકોલમાં નોકરીએ રાખેલી યુવતીને દારુ પીવડાવીને મોજ મણા માણનાર બિલ્ડર સામે 20 દિવસ પહેલા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ કેસમાં પોલીસ અને મળતીયાએ પાંચ કરોડમાં સમાધાન કરાવ્યાની વાત પણ બહાર આવી હતી. જો કે, સમાધાનની વાતો વચ્ચે પણ આ પ્રકરણને લઈને કેટલાક ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં આ કેસમાં બિલ્ડર અને તેનો મિત્ર તે યુવતી સાથે સતત મજા માણી રહ્યાનું બહાર આવ્યું છે. નિકોલના ઈતિહાસ બંગ્લોઝમાં રહેતાં 52 વર્ષના બિલ્ડરે દારૂ પીવડાવીને 22 વર્ષની યુવતી સાથે કરેલાં દુષ્કર્મ કેસે શહેરમાં ચકચાર મચાવી છે. આ પ્રકરણમાં નવી વાત બહાર આવી છે. જેમાં બિલ્ડર સુરેશ ગેવરીયા તેમજ દહેગામ-વહેલાલ રોડ નિલકંઠ ફાર્મ હાઉસ ધરાવતા બિલ્ડરના મિત્ર ભરત ભુકલી ઉર્ફે કોલસી નામના બિલ્ડરે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
બિલ્ડર સુરેશે પોતાને ત્યાં નોકરીએ રાખેલી યુવતીને લોકડાઉન દરમિયાન પણ કામકાજના નામે ઓફિસે તથા તેના ફાર્મ હાઉસ પર બોલાવી હતી. બિલ્ડર દારૂ ઢીંચીને યુવતીને પણ દારૂ પીવડાવતો હતો. અને તેની ઓફિસે તેમજ દહેગામ રોડ પરના ભરત કોલસીના ફાર્મ હાઉસમાં યુવતી સાથે જ ઐયાસી કરતો હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે. દરમિયાન જુદા-જુદા ફાર્મ હાઉસમાં યુવતીને પણ દારૂ પીવડાવીને પ્રલોભનો આપી તેની સાથે શારિરીક સંબંધો બાંધવામાં આવ્યા હતા. ત્યાં સુધી સુધી યુવતીએ ખાસ કોઈ વિરોધ કર્યો ન હતો. પરંતુ તે પછી સુરેશ ગેવરીયા અને તેનો મિત્ર ભરત ભુકલી ઉર્ફે કોલીસીએ તે યુવતી સમક્ષ નવો પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં તેમના અન્ય એક મિત્ર દિનેશ વોરાને પણ ખુશ કરી દે તેમ જણાવતા જ યુવતી ભડકી ઉઠી હતી. યુવતીએ પ્રતિકાર કરતાં સુરેશ ગેવરીયા અને ભરતે ભેગા મળીને દારૂના નશામાં યુવતીને માર માર્યો હતો. યુવતીએ તે બંનેના મિત્ર દિનેશ વોરા સાથે સંબંધ બાંધવા ઈન્કાર કરતા જ વાત વણસી ગઈ હતી. આખરે યુવતી અને બિલ્ડરો વચ્ચે ઝઘડો થતાં મામલો નિકોલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આ પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મધ્યસ્થી રાજુ બાવીશીએ 5 કરોડ રૂપિયામાં સમાધાન કરાવ્યાની વાતો પણ ચાલી રહી છે. જેમાં યુવતીને 51 લાખ રૂપિયા આપીને મામલો થાળે પડાયો છે. 4.50 કરોડ જેવી માતબર રકમ ખંખેરી લઈને પોલીસ અને વચેટીયા હવે યુવતી ઘટના અંગે કોઈ ફરિયાદ કરવા માંગતી ન હોવાનું ગાણુ ગાય રહ્યા છે.