લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોવાથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધવા લાગે છે. હાઇ કોલેસ્ટ્રોલના કોઇ સંકેત પહેલાથી જોવા મળતા હોતા નથી. આ માટે આને સાઇલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આજના આ સમયમાં અનેક લોકો હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોલેસ્ટ્રોલ બે રીતે હોય છે જેમાં…ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.
ગુડ કોલેસ્ટ્રોલને હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. આ આપણાં બ્લડ ફ્લો અને કોશિકાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. જે વ્યક્તિ માટે ખતરનાક સાબિત થાય છે. બેડ કોલેસ્ટ્રોલ રક્ત કોશિકાઓમાં જામવા લાગે છે જેના કારણે બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે અથવા બિલકુલ બંધ પણ થઇ જાય છે, જેના કારણે હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે. બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ સુધી બ્લડ અને ઓક્સિજન પહોંચાડનારી રક્ત કોશિકાઓને બ્લોક કરી દે છે.
હેલ્ધી ડાયટ
કહેવું સહેલું છે પરંતુ હેલ્ધી ડાયટ ફોલો કરવું અઘરું છે. આમ, જો તમે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા ઇચ્છો છો તો નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરી શકાય છે. આ સાથે જ તમારે પ્રોસેસ્ડ ફુડ અને વધારે માત્રામાં મીઠું અને ખાંડ ખાવાનું બંધ કરી દેવું જોઇએ. ઓટમીલ, કિડની બીન્સ, સેવ અને સ્પ્રાઉટ્સ બ્લડમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. આમ, દરેક વ્યક્તિ માટે હેલ્ધી ડાયટ ખૂબ જરૂરી છે.
વજન ઓછુ કરો
તમે તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમારું વજન ઉતારો. પેટની આસપાસ ચરબીનું પ્રમાણ વધારે હોવાથી વિસરલ ફેટ વધી જાય છે જે તમારા લિવરને પ્રભાવિત કરે છે. વજન વધારે હોવાને કારણે કોલેસ્ટ્રોલ લેવલ હાઇ થાય છે અને તમારી આર્ટરીઝ અને રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડી શકે છે. વજન ઓછુ કરવા માટે તમે હેલ્ધી ડાયટ લો અને વધારે માત્રામાં પાણી પીવો.