મોદી સરકારનું બજેટ ભલે શેરબજાર અને ઉદ્યોગપતિએ વધાવ્યું હોય, પરંતુ દેશની સામાન્ય જનતાને આ બજેટમાં રાહત મળી નથી. ઉલટાનું દેશમાં મોંઘવારી વધતા આમજનતાની મુસીબત વધવાના એંધાણ છે. જેનું મુખ્ય કારણ કેટલાક ટેકસ અને મધ્યમર્ગને કોઈ રાહત ન આપવાની બાબત છે. સીતારમને રજૂ કરેલા બજેટમાં સામાન્ય માણસને રાહત આપે તેવી કોઈ જાહેરાત થઈ નથી. ઉલ્ટુ મોબાઈલ ફોન, ચાર્જર સહિતની ચીજવસ્તુઓ મોંઘી થનાર છે. સરકારે સ્માર્ટ ફોન તતા ચાર્જર બંને પર કસ્ટમ ડ્યુટી 1 એપ્રિલથી વધારી દેવાનો નિર્ણય કરતા યુઝર્સને તેની ખરીદીમાં વધુ કિંમત ચુકવવા પડશે. આ ઉપરાંત મોબાઈલ તથા ચાર્જરના પાર્ટસ, ઓટો પાર્ટસ જેવી અનેક ચીજવસ્તુ પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી લાદી દેવાતા તે ચીજવસ્તુઓ મોંઘી થનાર છે. અત્યાર સુધી આવી અનેક ચીજવસ્તુ પર કસ્ટમ ડ્યુટી 0 ટકા હતી. વધુમાં પ્રિેન્ટ કરેલી સર્કિટ બોર્ડ, એમ્બલી, તથા ચાર્જર્સ અને એડેપ્ટરોના ઉત્પાદ માટે જે પ્લાસ્ટીક મોડ્યુલની જરૃર પડે છે તેના પર સરકારે કસ્ટમ ડ્યુટી 15 ટકા કરી દીધી છે. જે અત્યાર સુધી 10 ટકા જ હતી. બજેટમાં મોબાઈલ ફોનના કેટલાક ઈનપુટ્સ તથા ફોનના ચાર્જર્સના પાર્ટસ ઉપર કોઈ કસ્ટમ ડ્યુટી ન હતી. તેવી તમામ ચીજવસ્તુ પર 10 ટકા ડ્યુટી કરી દેવામાં આવી છે. જયારે લિથિયમ આયન અને બેટરી પેકના ઉત્પાદન માટે આવશ્યક ઈનપુટ્સ, પાર્ટસ તથા પેટા પાર્ટસ પર પણ 2.5 ટકા કસ્ટમ ડ્યુટી લાદી દેવાય છે. આ તમામ ચીજ વસ્તુ દેશના દરેક નાગરિકની જરૃરિયાત છે. આ ઉપરાંત ઈંઘણ પર પણ કૃષિ સેશ લદાયો છે. બલકે તેની કિંમત આજે દેશના મોટાભાગના વિસ્તારમાં 90 રૃપિયા પ્રતિલિટર આસપાસની છે. આવા સંજોગોમાં સામાન્ય લોકોને આ બજેટથી મોંઘવારી વધવાનો ભય છે. આમ પણ ટીકાકારો મોદી સરકારના આ બજેટને મુડીવાદીઓના લાભનું બજેટ ગણાવ્યું છે. કિસાનોની ભલે વાત આ બજેટમાં છે પરંતુ કૃષિ કાયદા મુદ્દે સરકાર સામે મોરચો મંડાયેલો છે. સરકારના ઉધામા છતાં કૃષિ આંદોલન યથાવત રહેતા બજેટમાં ખેડૂતોને લાભ આપવાની વાત થયાનું પણ જાણકારો માની રહ્યા છે.