વાંસદા ગ્રામ પંચાયતમાં વર્ષ 2019ની ચૂંટાયેલા સભ્યોએ પોતાના વોર્ડમાં કામગીરી પેટે પોતાના નામે ચેક લઈ ભ્રષ્ટચાર આદરતા થયેલી ફરિયાદને પગલે ગાંધીનગર તકેદારી આયોગએ તલાટીને નોટિસ મોકલી 9 સભ્યો પાસેથી નાણાં રિકવરી કરવા જણાવ્યું હતું. જો નાણાંની રિકવરી નહિ થાય તો તેમની મિલકતની વિગત જણાવવાનું કહેતાં વાંસદા રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. વાંસદા ગ્રામપંચાયત એવોર્ડમાં વર્ષ 2014માં ચૂંટાયેલા સભ્યોએ પોતાના વોર્ડમાં કરેલા કામો પેટે તલાટીએ સભ્યોના નામના ચેક આપ્યા હતા. કાયદાકીય રીતે સભ્યોને કામ પેટે ના ચેક આપી શકાય નહીં. આ અંગે એડિટમાં વાંધો આવતાં વર્ષ 2019માં ગ્રામપંચાયતના સભ્યો પાસેથી નોટિસ આપી નાણાંની રિકવરી કરવા જણાવાયું હતું, પરંતુ એક પણ સભ્યે જબાબ નહિ આપવા ઉપરાંત અપીલમાં પણ નહી જતાં તકેદારી આયોગે તમામ 9 સભ્યોને ગેરલાયક ગણી ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી કુલ 9 સભ્યોના રૂપિયા 1,97,657 વસુલ કરવા નોટિસ મોકલી હતી.
પરંતુ મહેસૂલ રાહે રિકવરી જમા નહિ થતા ફરી તારીખ 16/07/2021ના રોજ વાંસદા મામલતદારે તલાટીને નોટિસ મોકલીને તત્કાલીન ગ્રામપંચાયત વાંસદાના બાકી 9 લેણદાર પંચાયતના જુના સભ્યોની વિગતવાર માહિતી માંગવામાં આવી હતી. જો સભ્યો રીકવરી માટે ઇન્કાર કરે તો તેમની સ્થાવર મિલકતની માહિતી પુરાવા સાથે રજૂ કરવી જેથી એમની મિલકત ઉપર બોજો પાડવા અંગે આગળની કાર્યવાહી કરી શકાય.