ભારતમાં કોરોના કાળમાં ડોમેસ્ટીક એરલાઈન્સ સેવા પર માઠી અસર થઈ છે. 10 મહિનાથી અનેક ફલાઈટ બંધ કરવાની નોબત આવી છે. તેથી પ્રવાસઓને પ્રોત્સાહન આપવા એરલાઈન્સ કંપનીઓ ખાસ ઓફર આપી રહી છે. જેમાં સસ્તી વિમાન મુસાફરી કરવા ઇચ્છતા લોકોને તકનો લાભ મળે તેમ છે. તમારા માટે એક શાનદાર ઓફર આવી રહ્યાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ એરલાઇન્સ પ્રત્યેક ગ્રાહકને પ્રતિ ફ્લાઇટ બેસ ફેર જેટલી રકમનું એક ફ્રી વાઉચર આપી રહી છે. અલબત્ત આ વાઉચર મહત્તમ 1000 રૂપિયા સુધીનું હોઇ શકે છે. તે ઉપરાંત બેફિકર સેલ હેઠળ વિમાન કંપની પ્રવાસના 21 દિવસ પહેલા સુધી ટિકિટને એક વાર નિઃશુલ્ક રિશિડ્યુલિંગ અને કેન્સલેશન કરવાની સુવિધા પણ પ્રવાસીને મળશે. સ્પાઇસ જેટની આ ઓફર હેઠળ મળનાર ટિકિટ વાઉચરનો ઉપયોગ તમે 28 ફેબ્રુઆરી 2021 સુધી કરી શકશો.
આ વાઉચર માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે જ હશે. આ વાઉચર ઓછામાં ઓછા 5550 રૂપિયાના બુકિંગ પર ઉપયોગ કરીને 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની યોજના છે. સ્પાઇસ જેટ ઓફર હેઠળ ટિકિટ બુકિંગ કરાવનાર વ્યક્તિ 1લી એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2021 સુધી દેશમાં ગમે ત્યાં વિમાન મુસાફરી શકશે. જો તમે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એર લાઈન્સ કંપનીની આ ઓફરનો લાભ લઈ શકો છો. ઇન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ કંપની સ્પેશિયલ બુકિંગ ઓફર પ્રવાસી માટે મુકી રહી છે. બુક બેફ્રિક સેલ ઓફર હેઠળ સ્પાઇસ જેટમાં માત્ર 877 રૂપિયામાં વિમાન મુસાફરી કરવી શક્ય હશે. જો કે, આ ઓફર મર્યાદીત સમય માટે હશે. એ જ રીતે ઇન્ડિગોએ ચાલુ વર્ષનું પ્રથમ ધી બિગ ફેટ ઇન્ડિગો સેલ શરૂ કરી છે. જેમાં એરલાઇન્સ ડોમેસ્ટિક મુસાફરી માટે વિમાનની ટિકિટ માત્ર 877 રૂપિયામાં આપવાની ઓફર કરવા માંડી છે. Spicejetની બુક બેફિકર સેલ ઓફર પણ મર્યાદીત સમય માટે જ છે. વિમાન મુસાફરી કરવાની આ સસ્તી અને સારી તક છે. જેમાં તમો ઓછા ખર્ચામાં વિમાન મુસાફરીનો આનંદ માણી શકશો. વિમાન કંપની આ ઓફર સેલ હેઠળ પ્રવાસીઓને આકર્ષવા માગે છે.