ટીકટોક એ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રચલિત એપ છે. જો કે, ભારતમાં જુલાઈ 2020માં પેંગગોગ ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ અને તેમાં 20 જવાનો શહિદ થવાની ઘટના બાદ તેના પર પ્રતિબંધ લગાવાયો છે. તેથી ભારતના યુઝર્સ હાલ તેનો ઉપયોગ કરી શકતા નથી. બીજી ચીનની આ એપ ર્ટ-વીડિયો મેકિંગ પ્લેટફોર્મ Tik Tokને ટક્કર આપવા Facebook મેદાનમાં આવી ગયું છે. ફેસબુકે આ વખતે નવી એપ લોન્ચ કરી છે. જેની મદદથી જો કોઈ યુઝર્સ ઈચ્છે તો તે પોતાના રેપ સોંગ ક્રિએટ કરી તેને શેર પણ કરી શકશે. હાલ અમેરિકામાં Apple App Store પર BARSના નામથી આ એપ ઉપલબ્ધ થઈ ચુકી છે. ફેસબુકના આંતરિક R&D ગ્રુપમાં ન્યૂ પ્રોડક્ટ એક્સપરિમેન્ટેશન ટીમનો હાથ આ નવા એક્સપરિમેન્ટલ એપની પાછળ છે. કંપનીનો દાવો છે કે, આ એપ ટીકટોક જેવી જ છે. જેમા યુઝર્સ રેપને સરળતાથી બનાવી અને શેર કરવામાં કોઈ મુશ્કેલી અનુભવશે નહીં. આ માટે ઉપકરણો અને પ્રોડક્શન અંગે વધુ કામ કરવું નહીં પડે. માત્ર BARSની મદદથી રેપર્સ પોતાના કન્ટેન્ટ પર ધ્યાન આપી વીડિયો સર્જી શકશે.
Facebookના જણાવ્યા મુજબ ઓડિયો પ્રોડક્શન ટુલ્સ આજે ઘણાં મોંઘા થઈ ગયા છે. ઉપરાંત તેને મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. તેનો ઉપયોગ કરવા પહેલા તેના વિશે પુરતી જાણકારી મેળવવા પણ યુઝર્સ માટે પડકાર હોય છે. હાલ આ એપમાં ઘણા વીડિયો ઉપલબ્ધ છે. તેમાંથી યુઝર્સ કોઈ પણ વીડિયોને પસંદ કરીને તેનાથી કૃતુ બનાવી શકશે. પોતાની રચનાને અલગ લેવલે લઈ જવા વિઝ્યુઅલ ફિલ્ટર્સની મદદ પણ લઈ શકાશે. યુઝર્સ ઈચ્છે તો પ્રોફેશનલ રીતે તૈયારી કરી ફેસબુકની કોઈ પણ બીટ અથવા ધૂનની મદદ લઈને કૃતિ કે રમત કે પછી મનોરંજક દ્રશ્ય સર્જી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ બીએઆરએસ એપ.માં યુઝર્સને પોતે લિરિક્સ લખવાની તક મળશે. જાતે જ તેને રેકોર્ડ પણ કરી શકશે. યુઝર્સ ઈચ્છે તો ચેલેન્જ મોડમાં જઈને કોઈ શબ્દનું સજેશન આપી શકશે. કંપની દ્વારા 2020માં મ્યુઝિક વીડિયો એપ કોલૈબને લોન્ચ કરાઈ હતી. જેના પર યુઝર્સ 60 સેકન્ડ મતલબ કે 1 મિનિટ સુધીના સમયમાં વીડિયોઝ બનાવી અપલોડ કરી શકતો હતો. નવી એપથી યુઝર્સને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાની મોટી તક મળી છે. ફેસબુકની આ એપને ભારતમાં મોટાપાયે પસંદ કરાય તેવી શકયતા છે. કારણ કે ટીકટોકનો તે ઉત્તમ વિકલ્પ બની શકે છે.