બોલિવૂડના ઝુઝ કલાકારો સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલા રહે છે. છેલ્લાં કેટલાક સમયથીં સોનૂ સૂદ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. લોકડાઉન સમયે પણ ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડવા સુધીની કામગીરી તેણે કરી હતી. જેને દેશના લોકો અને તેના ચાહકોએ બિરદાવી હતી. જનસેવા એ જ પ્રભુ સેવાના કાર્યોને સાર્થક કરતા સોનુ સુદ ફરી ચર્ચામાં આવ્યા હતા. હાલ તેઓ વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા છે. માર્ચ મહિના બાદ ભારતમાં કોરોના વાયરસના પ્રસારને કારણે સરકારે લોકડાઉન મુકવુ પડ્યું હતુ. જેને કારણે અનેક રાજ્યો અને પ્રદેશોમાં કરોડો શ્રમજીવીઓ ફસાયા હતા. તેઓ પોતાના વતન જવા પગપાળા જ હિજરત કરી રહ્યા હતા.
આ સમયે સ્થળાંતર કરી રહેલા કેટલાક મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી અને તેમના ભોજન પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય સોનુ સુદે કર્યું હતુ. આ કાર્ય બાદ સોનૂ સૂદની સેવાભાવના અને તેના કાર્યોની દેશે નોંધ લીધી હતી. ત્યારબાદ સોનૂ સૂદે દરેક જરૂરીયાતમંદને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતુ. સોશિયલ મીડિયા ઉપર આજે પણ જરૃરિયાતમંદો સોનૂ સૂદની મદદ માંગતા રહે છે. સોનૂ સૂદ આવા જરૂરીયાતમંદોને શક્ય તેટલી મદદ કરતા રહે છે. દરમિયાન સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર જ નવી જાહેરાત કરી છે. જેમાં તે હવે ઑનલાઇન વર્ગોમાં ભણતા બાળકોને મદદ કરવા જઈ રહ્યાનું જણાવ્યું છે. સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર શેર કરી નવી પહેલ સાથે સંદેશો આપ્યો છે. સુદે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારા દેશમાં કોઈ પણ જરૂરતમંદ બાળકનો ઓનલાઇન કલાસ હવે ચૂકશે નહીં. આ તસવીર શેર કરતા સોનુએ લખ્યું, ‘પઢેગા ઈંડિયા તભી તો બઢેગા ઈંડિયા’ આમ સોનુ સુદ હવે જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની યોજના ઘડી રહ્યો છે.