એ ખરૂં કે વોડાફોન આઇડિયાનું નેટવર્ક ઘણા શહેરોમાં સારું નથી. આ કારણથી વોડાફોનથી લોકો નારાજ થઇ રહ્યા છે. વોડાફોન આઇડિયાનું જોડાણ થયું છે, એ બાદ પણ હજુ નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. એ સંજોગોમાં ગ્રાહકોને જકડી રાખવા માટે વોડાફોન આઇડિયાના વીલીનીકરણથી બનેલું વી હવે નવા પ્લાન સાથે આવી ગયું છે. વીએ તેના યુઝર્સો માટે શાનદાર પ્લાન ઓફર કર્યો છે. વોડાફોન અને આઇડિયા હવે મર્જ થઇ ગયા છે. પરંતુ તેમની સેવા સામે હજુ ઘણા લોકોમાં રોષ છે. કંપનીએ જિયોને ટક્કર આપવાની છે. જિયોએ શરૂઆતમાં લોકોને ફ્રી ડેટા અને કોલિંગ સગવડ આપીને માર્કેટમાં મોટા પાયે પગપેસારો કરી લીધો હતો. એ બાદ પણ સતત યુઝરો વધતા રહ્યા છે અને હજુ પણ માર્કેટમાં તે નંબર વન બની ગયું છે. જિયોએ બાકીની મોબાઇલ નેટવર્ક કંપનીઓને પાછળ ધકેલી દીધી છે અને બજારમાં તેમને માટે ઝીંક ઝીલવી મુશ્કેલ થઇ ગયું છે. એ સંજોગોમાં સારો પ્લાન અને સારું નેટવર્ક આપ્યા વિના કોઇ પણ કંપની હવે બજારમાં ટકી શકે એમ નથી. વોડાફોન અને આઇડિયા કંપનીઓએ પણ મર્જ થઇને બજારમાં ટકી રહેવાનો પ્રયાસ કર્યો છે.
હવે આ નવી કંપની વી નવા ડેટા પ્લાન સાથે બજારમાં યુઝરોને ઓફર કરી રહી છે. કંપની પાસે એવા કેટલાય પ્રીપેઇડ પ્લાન છે, જેમાં તે વધારાના 5 જીબી ઓફર કરે છ. ડબલ ડેટા અને વીકલી ડેટા રોલ ઓવરનો લાભ પણ કંપની આપી રહી છે. મતલબ કે તમે ડેટા પૂરા યુઝ કરી ન શકો તો એ બચેલા ડેટા તમને બીજા અઠવાડિયે જમા મળશે. હવે મોબાઇલ ઉપર ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે, તેને કારણે હવે કંપનીઓ વધુ ડેટા આપતી થઇ છે. વીએ પણ એવો જ પ્લાન ઓફર કરવા માંડ્યો છે. કંપની 149, 219, 249,399 અને 599 રૂપિયાવાળા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં 149 રૂપિયામાં 1 જીબી, 219 રૂપિયાના પ્લાનમાં 2 જીબી ડેટા વધારાના મળે છે. જ્યારે બાકીના પ્લાનમાં 5 જીબી ડેટા વધારાના મળે છે. ઉપરાંત એવા પ્લાન પણ ઓફર કર્યો છે, જેમાં ડેટા બમણા મળી શકે છે. આ પ્લાન ગયા જુનમાં લોન્ચ કર્યો હતો, જેમાં રોજના 2 જીબી ડેટા સામે 2 જીબી વધારાના અપાય છે. 299, 499 અને 699 રૂપિયાવાળા પ્રીપેઇડ પ્લાનમાં આ ડેટા ઓફર થયા છે. જો કે આ પ્લાનમાં વેલિડીટી અનુક્રમે 28, 56 અને 84 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ મળે છે.