પ. રે.માં વલસાડ ખાતે રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર છે જ્યાં ૯૯મા દીક્ષાંત સમારંભમાં જનરલ મેનેજર આલોકજી, આઈજીપી પ્રવીણચંદ્ર સિંહા અને રાકેશ પાંડે તાલીમ આચાર્ય વિ. માસ્ક વગર સમારંભમાં હતા. કોરોના સંક્રમણ ઘણું ઓછું થયું છે ત્યારે ગુજરાત અને કેન્દ્ર સરકાર માસ્ક માટેનો એક હજાર રૂપિયાનો દંડ છે તે નાબુદ જ કરે અને લોકોને સ્વેચ્છાએ તે પહેરવા માટે આગ્રહ કરે તે સમયની માંગ છે. માસ્કના દંડ પેટે પોલીસ તંત્રને જે ટાર્ગેટ અપાયા છે તે બંધ થાય તેવું ભોગી સામાન્ય પ્રજાએ ઈચ્છે છે.
ADVERTISEMENT