વારે અમેરિકાના હવાઈ રાજ્યમાં વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખી મૌના લોઆમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ પછી વૈજ્ઞાનિકોએ એલર્ટ જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે આ જ્વાળામુખી ‘ખૂબ જ ડિસ્ટર્બ’ છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, જ્વાળામુખીમાં ધરતીકંપની શ્રેણી હતી અને ભૂકંપ બાદ પણ હળવા આંચકા અનુભવાયા હતા. . . . . તમને જણાવી દઈએ કે મૌના લોઆ જ્વાળામુખી હવાઈના અડધા ભાગને આવરી લે છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, જ્વાળામુખીમાં ધરતીકંપની શ્રેણી હતી અને ભૂકંપ બાદ પણ હળવા આંચકા અનુભવાયા હતા. USGS મુજબ, સૌથી મજબૂત 5.1 તીવ્રતાના ભૂકંપની 24 સેકન્ડ પહેલા 4.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. . . . . . . . વૈજ્ઞાનિકો એલર્ટ પર હવાઈ વોલ્કેનોઈઝ ઓબ્ઝર્વરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૌથી વધુ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર પહાલાની દક્ષિણે હાઈવેની નીચે હતું. હવાઈ કાઉન્ટીના મેયર મિચ રોથે જણાવ્યું હતું કે કોઈ મોટા નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ નથી. બાદમાં તેણે જણાવ્યું કે પહાલામાં મામૂલી નુકસાન થયું છે, પરંતુ તેણે વિગતો આપી ન હતી. . . . . . . . વૈજ્ઞાનિકો શું કહે છે મૌના લોઆમાં જ્વાળામુખી હજુ ફાટ્યો નથી અને આ સમયે તે ફાટવાના કોઈ સંકેત નથી. વૈજ્ઞાનિકો જ્વાળામુખી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું કે હવાઈમાં સુનામીનો કોઈ ખતરો નથી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, આ પ્રદેશમાં સિસ્મિક એક્ટિવિટી જૂન 2022થી રોજના પાંચથી 10 ધરતીકંપથી વધીને છેલ્લા બે અઠવાડિયામાં દિવસમાં 40થી 50 આંચકાઓ થઈ છે. 23 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરે એક જ દિવસમાં 100થી વધુ ભૂકંપ આવ્યા હતા. . .