Headlines
Home » ઓનલાઇન શોપિંગ કરતી યુવતીઓ સાવધાન : સુરત શહેરમાં વિધર્મી ડિલિવરી બૉયે કરી છેડતી

ઓનલાઇન શોપિંગ કરતી યુવતીઓ સાવધાન : સુરત શહેરમાં વિધર્મી ડિલિવરી બૉયે કરી છેડતી

Share this news:

સુરત શહેરમાં મહિલાની છેડતીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીએ ઓનલાઈન શોપિંગ એપ ફ્લિપકાર્ટ દ્વારા આર્ટ સપ્લાયનો ઓર્ડર આપ્યો હતો. ગત પાંચમી તારીખે સાંજે 6:00 કલાકે તેણે ઓનલાઈન ડિલિવરી લીધી અને ઓર્ડર કરેલ માલની ડિલિવરી કરવા આવેલા ધાર્મિક યુવક સુફીયાન પટેલને પૈસા ચૂકવ્યા. જ્યારે યુવતી તેના મોબાઈલથી કરવામાં આવેલ ઓનલાઈન પેમેન્ટ બતાવવા ફ્લેટની બહાર આવી ત્યારે ડિલિવરી બોયએ ‘તું ખૂબ જ સુંદર છે’ કહીને તેને શારીરિક રીતે સ્પર્શ કર્યો હતો.

યુવતીએ બૂમો પડતા ડિલિવરી બોય ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, એપાર્ટમેન્ટના સિકયુરિટી ગાર્ડે તેને પકડી લીધો હતો. કુરિયર બોય દ્વારા છેડતીની વાત સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પહેલા તેને મેથીપાક આપ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. ઉમરા પોલીસે ફરિયાદના આધારે આ ડિલિવરી બોય સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *