ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ સુબિર તાલુકાની ચાર ગ્રામ પંચાયતના સરપંચોએ આરટીઆઇ એક્ટિવિટીને માહિતી ન આપતા નારાજ થયેલ એક્ટિવિસ્ટએ હાઇકોર્ટ માં જાહેરહિત ની અપીલ કરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવાના જાગૃત આરટીઆઇ એક્ટિવિસ્ટ રાકેશભાઈ બી પવાર દ્વારા તા 1/9/22 ના રોજ સુબિર તાલુકાના લવચાલી,નકટિયાહનવત,સેપુઆંબા,અને ગારખડી ગ્રામ પંચાયતો માં સરકાર દ્વારા કરવામાં આવેલ ભંડોળ,ખર્ચની ગ્રાન્ટ સંબંધિત ચોક્કસ રેકોર્ડની માહિતી માંગી હતી. જેમાં ગ્રામ પંચાયતો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતી અરજદારને ન આપતા સંબંધિત અધિકારી ને અપીલ કરી હતી. જેમાં અધિકારીએ અરજદારને દિન 15માં જવાબ આપવા આદેશ કર્યા હતા. તેમછતાં ચારેય ગ્રામ પંચાયતો દ્વારા યોગ્ય સમયે અરજદારને માહિતી પૂરી પાડી નહતી.જેથી અરજદાર ભારત ના નાગરિક હોય બંધારણના અનુચ્છેદ 226 અને 227 હેઠળ પ્રતિવાદીના ભાગની અનુરૂપ જવાબદારીઓ વિરુદ્ધ વૈધાનિક અને મૂળભૂત અધિકારોના અમલ માટે રિટ પિટિશન ફાઇલ કરી શકે છે.
ડાંગ જિલ્લાના આહવાના રહેવાસી જાગૃત યુવાન રાકેશભાઈ પવારે નામદાર હાઇકોર્ટ માં ચારેય ગ્રામ પંચાયતો સામે જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવા બાબતે જાહેરહિતની રિટ દાખલ કરતા ગ્રામ પંચાયતોમાં ચાલતો ભ્રષ્ટાચાર મામલે સરપંચોમા ફફડાટ ફેલાયો છે.ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સરકારી યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની બુમ ઉઠવા પામી છે. નરેગા સહિત 15માં નાણાંપંચની યોજનાઓ કાગળ પરજ પૂર્ણ કરવામાં આવી રહી હોય અથવા ભારે ગોબાચારી આચરી વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ કરવામાં આવી હોય કોઈ જાગૃત નાગરિક દ્વારા જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પણ માહિતી માંગતા હોય કાયદાને પણ ધોળી ને પી જઈ નફ્ફટાઈથી માહિતિ પણ પુરી ન પાડી ગેરરીતિઓ આચરવા બેફામ બન્યા છે. તેવામાં અરજદારે અરજી નાં માધ્યમથી સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરનારા તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચો , તલાટી કમ મંત્રીઓની સામે હાઇકોર્ટમાં ન્યાય ની માંગણી કરવા રિટ દાખલ કરતા ડાંગ જિલ્લા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડાંગની આ ચાર ગ્રામ પંચાયતના અધિકારીએ માહિતી અધિકાર અધિનિયમની અવગણના કરતાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થતાં ખળભળાટ
