પંકજ કુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે. પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમની જગ્યા લેશે. મુખ્ય સચિવ પદ માટે પંકજ કુમારનું નામ પહેલાથી જ ચર્ચામાં હતું. મુખ્ય સચિવની પસંદગી માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓની પેનલ બનાવવામાં આવી હતી. પેનલના વરિષ્ઠ સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓ સામેલ હતા. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના નામ સામેલ છે. આ ત્રણ વરિષ્ઠ અધિકારીઓમાં પંકજ કુમારને મુખ્ય સચિવ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્યપાલે પંકજ કુમારના નામ પર મહોર લગાવી છે. 31 ઓગસ્ટના રોજ પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળશે.