પાટણ નગરદેવી કાલિકા માતાના મંદિરે માતાજીને નયનરમ્ય શણગાર કરી ભાવિક ભક્તો એ પૂજા કરી પાટણના નગર દેવી કાલિકા માતાજી ના મંદિરે કાળી ચૌદશ નિમીત્તે સમૂહમાં મા કાલીની પૂજા કરવામાં આવી હતી . જેમાં રાત્રે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહિને કાળી માતાજી ની પૂજા કરવાનો લ્હાવો લીધો હતો .
કાલિકા માતાજી અને ભદ્ર ક્લીકા માતાજીને કાળી ચૌદશ નિમીતે નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો . જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો વિધિ વિધાન મુજબ થતી આ કાળી માતાજીની પૂજામાં ક અક્ષરથી શરૂ થતાં માતાજીના 1008 નામો ના ઉચ્ચાર સાથે માતાજીને ચોખા , ફૂલ અને બિલિપત્ર ધરાવવામાં આવ્યાં હતા .
ભાવિક ભક્તો તેમના ઘર મંદિરમાં પૂજનમાં રખાતી માતાજીની મૂર્તિ કે ફોટો તથા ચોખા અથવા ફુલ પોતાના ઘરેથી લાવ્યાં હતા અને આ કાલીકાની પૂજામાં જોડાઈ સમૂહમાં કાલી પૂજન કરી ધન્યતા અનુભવી હતી . તો મંદિરમાં કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને નાયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો . જેના દર્શન પૂજનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો