વલસાડ શહેરમાં સરકારી કોલોની પાછળ આવેલા DPની બાજુમાં કચરાપેટીમાં રાષ્ટ્રીય ધ્વજ અજાણ્યા ઈસમો ફેંકી ગયા હોવાની ઘટના સામે આવી છે. આને લીધે દેશ પ્રેમી લોકોની લાગણી દુભાઈ છે. જો કે આ ઘટનાની જાણ શહેર પોલીસની ટીમને થતા તાત્કાલિક પહોંચી સમ્માનભેર રાષ્ટ્રીય ધ્વજ કબ્જે લીધો હતો. વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ ઉપર ગવર્મેન્ટ કોલોની પાછળ વીજ કંપનીના DP પાસે આવેલી કચરા પેટીમાં અજાણ્યા ઈસમોએ કાપડનો રાષ્ટ્રીય ધ્વજ ફેંકી ગયા હતા.
રસ્તે પસાર થતા એક દેશપ્રેમીનું આના પર ધ્યાન જતા તેમને તાત્કાલિક રાષ્ટ્રીય ધ્વજને માન સાથે કચરા પેટીમાંથી લઈને નજીકમાં આવેલા DPની ગ્રીલ ઉપર મૂકીને વલસાડ શહેર પોલીસને જાણ કરી હતી. શહેર પોલીસે તાત્કાલિક લોકેશન ઉપર પહોંચીને રાષ્ટ્રીય ધ્વજને સલાની આપી પોલીસે રાષ્ટ્રીય ધ્વજ મેળવી લીધા હતા.
.રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક યુવક જયંત પટેલનું ધ્યાન જતા તેમને કચરા પેટીમાંથી રાષ્ટ્રીય ધ્વજને ઊંચકી બાજુમાં આવેલી DPની ગ્રીલ ઉપર મૂકીને સન્માન જાળવ્યું હતું. સાથે જ વલસાડ સીટી પોલીસ મથકે PI VD મોરીને આ બનાવની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસના PSI મિયાત્રા અને પોલીસ જવાનોએ તાત્કાલિક સ્થળે પહોંચી ભારતના રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી અને માન સાથે ધ્વજ કબ્જે કરી લીધા હતા. પોલીસે બતમીદારોની રાષ્ટ્રીય ધ્વજ ફેંકી જનાર અજન્ય ઇસમોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે