પાકિસ્તાનમાં એક ઉડ્ડયન દરમિયાન આકાશમાં અત્યંત ચકમતી વસ્તુ જોઈ હોવાનો દાવ વિમાનના એક પાયલટે કર્યો હતો. જો કે, આ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી હતી. પાકિસ્તાનના સમાચાર માધ્યમોમાં પાયલટના આ કિસ્સાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. જેમાં નોંધાયું છે કે, શનિવારે PIAની ફ્લાઈટ નંબર PK-304 કરાચીથી લાહોર જઈ રહી હતી ત્યારે તેના બે પાયલટ્સ હતા. સાંજે લગભગ ચાર વાગ્યે અચાનક આ બંને પાયલટે પોતાની સફર દરમિયાન જ આકાશમાં એક ભારે સફેદ પ્રકાશમાં ચમકતોનો ગોળો જોયો હતો. જે ઝડપથી જગ્યા બદલી રહ્યો હતો. પાયલટ્સની નજર તેના પર પડી હતી. થોડી જ વાર બાદ તેમણે તેનો વિડિયો બનાવવાનો શરૂ કર્યો હતો. સાવચેતી દાખવી પાયલટ્સે આ ઘટનાની તાત્કાલિક જાણ કંટ્રોલ રૂમને કરી હતી.
આ કથિત ઉડતી રકાબી રહીમ યાર ખાન વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારના અમુક લોકોએ પણ આ UFO જોઈ હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે જે પાલયટે હવામાં ઉડતી વસ્તુનો જે વીડિયો બનાવ્યો છે. તે અંગે કેટલાક લોકો પાકિસ્તાનમાં મજાક ઉડી રહી છે. પાયલટે ઉતારેલો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો હતો. પણ વીડિયો બનાવનાર પાયલટનું નામ જાહેર કરાયુ નથી. પરંતુ વીડિયોમાં પાયલટે કહ્યું હતું કે, એ વખતે સુરજનો પ્રકાશ વધુ હતો. તેમ છતા UFO ચમકી રહી હતી. સામાન્ય રીતે કોઈ વસ્તુ દિવસના સમયમાં આટલું બધુ ચમકી ના શકે. આ કોઈ સ્પેશ સ્ટેશન અથવા આર્ટિફિશિયલ પ્લેનેટ હોવાની શક્યતા પણ છે. બીજી તરફ ઘટના અંગે એરલાઈન્સ કંપનીએ કહ્યું હતુ કે, આ UFO હતી તે વિશે કંપની ચોક્કસ નથી. પરંતુ કંઈ બીજું પણ હોઈ શકે છે. જો કે, આ ઘટનાની પાકિસ્તાનમાં ભારે મજાક ઉડી રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે મીમ્સ પણ બની રહ્યાં છે. કોઈક તેને રાફેલ વિમાનો કહી રહ્યા છે, તો કોઈકે તેને એલિયન ગણાવીને ટીપ્પણી કરી હતી કે ઈમરાનખાને તેની પાસે પણ લોન માંગી એટલે તે ભાગી ગયા હશે.