વડોદરાના કરજણથી એક મહિનાથી પીઆઈ પત્ની અજય દેસાઈની પત્ની સ્વીટી રહસ્યમય સંજોગોમાં લાપતા છે. પોલીસને પણ તેનો કોઈ પતો મળી રહ્યો નથી. આ ઘટના બાદ ખુદ PI અજય દેસાઇ સામે તેના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાતા તેઓ વિવિદમા સપડાયા છે. વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇની ૩૭ વર્ષની પત્ની સ્વીટી એક મહિના અગાઉ અગમ્ય કારણોસર કરજણ સ્થિત પોતોના ઘરેથી ચાલી ગઈ હતી. આ સ્વીટી પટેલનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. આ પ્રકરણમાં સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે PI અજય દેસાઇની SOGમાંથી તાબડતોડ બદલી કરી લીવ રિર્ઝવમાં મુક્યા છે.
PI અજય દેસાઇને ગાંધીનગર ફોરેન્સિક લેબ ખાતે લઈ જવાયા હતાં. જ્યાં PI દેસાઇનો સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ ટેસ્ટ કરાયો હતો. આ ઉપરાંત પોલીસે PI અજય દેસાઇના લાય ડિટેક્ટર અને નારકો ટેસ્ટ કરાવવાની દીશામાં પણ કાર્યવાહી આગળ વધારી છે. સ્વીટી પટેલને શોધવા માટે પોલીસ દ્વારા PI દેસાઇ તથા તેના સગાસંબંધીઓની પુછપરછ શરૃ કરી દીધી છે. દરમિયાન PI અજય દેસાઇના સાળા જયદિપ પટેલે પોલીસને ફરિયાદ કરી હતી કે, સાસરી તરફથી કોઇ બોલાવતા ન હોવાથી બહેન ટેન્શનમાં હતી. રબારી અને પટેલ સમાજના પ્રશ્નને કારણે પતિ-પત્ની વચ્ચે નારાજગી હોવાની શકયતા છે. અજયભાઇ દેસાઇ સાથે વર્ષ ૨૦૧૬માં મોટા બહેન સ્વીટીએ લવ મેરેજ કર્યાં હતાં.
કરજણમાં છેલ્લાં એક વર્ષથી તેણી બે વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહે છે. ગત ૬ઠ્ઠી જુને સવારે ૮ઃ૩૦ વાગે ઉઠી સ્વીટી ઘરમાં ન હતી. સવારે 11.30 કલાકે બનેવીનો ફોન આવ્યા બાદ હું, મારી પત્ની અને નાના ભાઇએ સ્વીટીની શોધખોળ ચાલુ કરી હતી. આ દરમિયાન જ તેના 17 વર્ષીય પુત્ર રીધમ પંડ્યાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી લખ્યું છે કે, હું પણ ઘણાં દિવસોથી મમ્મીને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. થોડા વર્ષો પહેલાં મારા મમ્મી અને પપ્પા અલગ થયા હતા. હું અને મારો નાનો ભાઈ ઓસ્ટ્રેલિયા રહીએ છીએ. મારા મમ્મીએ અજય દેસાઈ સાથે લગ્ન કર્યા બાદ તેને બે વર્ષો દીકરો પણ છે. મને ભારતની કાનૂન વ્યવસ્થા અને ગુજરાત પોલીસ પર વિશ્વાસ છે. તેઓ મારી મમ્મીને શોધવામાં કોઈ કસર નહીં છોડે. આમ છતાં મેં મારી મમ્મીને શોધવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરુ કરી છે. મમ્મી મને કે મારા ભાઈને આ રીતે મુકીને જતી રહે તેમ નથી. મારી મમ્મી સાથે કદાચ કાંઈ ખોટુ તો નથી થયું ને. પ્લીસ મને તમારી મદદની જરુર છે. જો કોઈને મારી મમ્મી વિશે જાણકારી હોય તો જરૃર સંપર્ક કરે.