ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે મેચનો આરંભ થઈ ગયો છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટ માટે ભારત પ્રવાસની ખૂબ જ સારી રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. જેમાં જો રૃટે 218 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ જો રૂટે ખુદની 100મી ટેસ્ટને પણ યાદગાર બનાવી છે. જો રૂટ 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકાનાર વિશ્વના પહેલા ક્રિકેટર બની ગયા છે. 218 રનની મેરેથોન ઈનિંગ રમવા સાથે જ જો રૂટે પોતાના નામે અનેક રેકોર્ડ નોંધાવી દીધા છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી મેચમાં પહેલા દિવસે 128 રન બનાવી તે અણનમ રહ્યા બાદ બીજા દિવસે બપોર સુધીમાં જો રુટે 341 બોલ રમી સદી પુરી કરી હતી. ઈનિંગની 143મી ઓવરમાં ત્રીજા બોલે રવિચંદ્રન અશ્વિનના બોલ પર સિક્સર ફટકારીને આક્રમક અંદાજમાં જો રૃટે પોતાની સદી કરી હતી. પોતાના કરિયરની આ તેની પાંચમી બેવડી સદી છે. છેલ્લી ત્રણ મેચમાં રૂટે બીજી વખત 200 રનનો ટાર્ગેટ પુરો કર્યો છે. ટેસ્ટ મેચમાં રૂટની આ સળંગ ત્રીજી 150 અથવા તો તેનાથી વધારે રનની ઈનિંગ છે. અગાઉ રૂટે શ્રીલંકામાં શ્રીલંકા વિરુદ્ધ જ સદી ફટકારી હતી. 150 પ્લસનો સ્કોર કરનાર બેટ્સમેનોની યાદીમાં જો રૃટ સાતમા નંબરે પહોંચી ચૂક્યા છે.
રૂટે અગાઉ શ્રીલંકામાં રમાયેલી બે ટેસ્ટ મેચોમાં 228 અને 186 રનની ઈનિંગ રમી હતી. સતત સૌથી વધુ 150 પ્લસના સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગકારાના નામે છે. વિલી હેમંડ આ રેકોર્ડ કરનારો બીજો ખેલાડી છે. તેણે 3 વખત આ રેકોર્ડ નોંધાવ્યો હતો. જો રૂટના નામે 100મી ટેસ્ટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ અગાઉ નોંધાયો છે. જો રૂટ 98, 99મી અને 100મી ટેસ્ટમાં સદી ફટકાનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે. જો રૂટે પોતાના કરિયરની પાંચમી સદી ફટકારી હતી, તેમણે ઘરઆંગણે એલિસ્ટેયર કૂક, દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓપનપ ગ્રીમ સ્મિથ અને ભારતના રાહુલ દ્રવિડની બરાબરીનો ક્રમ મેળવી લીધો છે. આ તમામ બેટ્સમેનોના નામે 5 વખત બેવડી સદી નોંધાયેલી છે. હાલ તેમણે પાકિસ્તાનના ઈંઝમામ ઉલ હકનો રેકોર્ડને તોડ્યો હતો. 2004-05માં ઈંઝમામે ભારત વિરુદ્ધ બેંગલોરમાં પોતાની 100મી ટેસ્ટમાં 184 રન કર્યા હતા. જ્યારે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસ, મુદસ્સર નજર અને ન્યૂઝીલેન્ડના ટોમ લેથમે પણ 3-3 વખત આ રેકોર્ડ કર્યો છે. જો રૂટે અગાઉ શ્રીલંકામાં રમાયેલી પોતાની 98, 99મી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તેના સિવાય 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર જો રૂટ ઈંગ્લેન્ડના ત્રીજા ખેલાડી છે, જ્યારે ઓવરઓલ 9મા ખેલાડી છે. રૂટથી પહેલા કે કોલિન કાઉડ્રે અને અલેક સ્ટીવર્ટે આ કારનામું કર્યું હતું.