Headlines
Home » PM મોદી ઇજિપ્ત પહોંચ્યા, એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત

PM મોદી ઇજિપ્ત પહોંચ્યા, એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત

Share this news:

અમેરિકાના સફળ પ્રવાસ બાદ પીએમ મોદી ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે રાજધાની કૈરો પહોંચી ગયા છે.

પીએમ મોદી ઇજિપ્ત પહોંચતા જ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, મને ખાતરી છે કે આ મુલાકાતથી ઇજિપ્ત સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થશે. હું રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે વાતચીત કરવા અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આતુર છું.”

પીએમ મોદીએ ઈજિપ્તના વડાપ્રધાન મદબૌલીનો આભાર માન્યો હતો

ઈજીપ્ત પહોંચતા જ પીએમ મોદીએ ભવ્ય સ્વાગત માટે તેમના સમકક્ષ મુસ્તફા મદબોલીનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “હું એરપોર્ટ પર મારું વિશેષ સ્વાગત કરવા બદલ વડા પ્રધાન મુસ્તફા મદબૌલીનો આભાર માનું છું. ભારત-ઇજિપ્તના સંબંધો ખીલે અને આપણા દેશોના લોકોને ફાયદો થાય.

કૈરોની હોટલમાં પીએમ મોદીનું આ રીતે સ્વાગત કરવામાં આવ્યું

પીએમ મોદી કૈરોની રિટ્ઝ કાર્લટન હોટલ પહોંચ્યા છે. તે આ હોટલમાં રોકાશે. અહીં ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમને મળ્યા અને વાતચીત કરી. આ પ્રસંગે ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા. પીએમનું સ્વાગત કરવા પહોંચેલી એક છોકરીએ ગીત ગાયું, “યે દોસ્તી હમ નહીં તોડેંગે…”

પીએમ મોદી અહીં ઇજિપ્તમાં રોકાશે

પીએમ મોદી તેમની ઇજિપ્તની સરકારી મુલાકાત દરમિયાન કૈરોની રિટ્ઝ કાર્લટન હોટેલમાં રોકાશે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પણ ત્યાં હાજર છે.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ રવિવારે પીએમ મોદીને મળશે

છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી રવિવારે (25 જૂન) ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મળશે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *