વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશભરમાં દોડતી 5 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદીએ ભોપાલથી ઈન્દોર વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી, જ્યારે દેશના અન્ય ચાર રૂટ પર ચાલતી અન્ય 4 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.
PM મોદીએ 5 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, ભોપાલ-ઈન્દોર ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી
