નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ગુજરાતની આગામી ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન આ પ્રવાસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લે તેવી શક્યતા છે. 19મી નવેમ્બરે વડાપ્રધાન વાપીમાં રોડ શો કરે તેવી શક્યતા છે અને ત્યારબાદ તેઓ વલસાડમાં જનસભાને સંબોધશે.
20મી નવેમ્બરે PM ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, અમરેલી, ધોરજી અને બોટાદમાં ચાર જેટલી જાહેરસભાઓને સંબોધિત કરી શકે છે. વડાપ્રધાન આ સમારોહને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને કાર્યકર તરીકે સંબોધિત કરશે. તેમની છેલ્લી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ ચૂંટણીમાં જીતનો પોતાનો જ રેકોર્ડ તોડવા માગે છે.