જૂની લોકસભામાં કાર્યવાહીના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 55 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. આજથી શરુ થયેલા વિશેષ સત્રનો સંસદીય પ્રકરણમાં એક નવો અધ્યાયની એટલે કે આજથી શરુ થયેલા પાંચ દિવસીય સાંસદસત્રના પહેલા દિવસનું સત્ર જૂના સંસદભવનમાં મળશે અને તેની છેલ્લી કાર્યવાહી થશે જયારે બાકીના દિવસોની વિશેષ સત્રની કાર્યવાહી નવા સંસદ ભવન ખાતે થશે. પાંચ દિવસીય વિશેષ સત્રમાં પ્રથમ દિવસે સંસદના 75 વર્ષની સફરમાં ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ વિશે ચર્ચા કરવામાં આવશે.
ભારતે વિશ્વમિત્ર તરીકે સ્થાન લીધું : પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણથી વિશેષ સત્રની શરૂઆત થઈ. પીએમ મોદીએ સંસદ સાથે સંકળાયેલા સંસ્મરણો તાજા કર્યા કરતા કહ્યું કે આપણી સંસદએ લોકતંત્રની તાકાત છે. આજનો દિવસ સાંસદોના ગૌરવગાનનો દિવસ છે. આજે ભારતે વિશ્વમિત્ર તરીકે સ્થાન લીધું તેનું સાક્ષી આ સદન બન્યું છે. ભારતના લોકતંત્રના તમામ ઉતાર-ચઢાવ સંસદે જોયા છે. આ સદનમાં અનેક મહત્વના અને મોટા નિર્ણય લેવાયા છે. જીએસટી નિર્ણય, વન રેન્ક વન પેન્શન, ગરીબો માટે લેવાયા મહત્વના નિર્ણય સાથે વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલના નિર્ણયો પણ લેવાયા છે. અને કલમ 370 જેવી મહત્વની કલમ હટાવવાનો નિર્ણય પણ આ જ સંસદમાં લેવામાં આવ્યો.
સંસદ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને યાદ કરતાં કહ્યું કે આ હુમલાો સંસદ પર નહી અમારી જીવાત્મા પર હુમલો કર્યો. સાથે તેમણે નેહરુ, અટલબિહારી વાજપેયી અને નરસિંહા રાવ જેવા દિગ્ગજ રાજનેતાઓને પણ યાદ કર્યા. પોતાના સંબોધનમાં તેમણે પત્રકારોની પ્રશંસા કરતા કહ્યું કે દર્પણનો ભાવ છે. અને સંસદ સાથે પત્રકારોની લાગણી પણ જોડાયેલી છે. પોતાનું ભાષણ સમાપન કરતા કહ્યું કે આ સંસદનું પ્રણામ કરું છું. આપણને ઇતિહાસ અને ભવિષ્ય બંનેની કડી બનવાનો અવસર મળ્યો છે. આપણે નવા સંસદમાં નવા વિશ્વાસ સાથે જઈશું.
મહત્વના ચાર જેટલા બિલો પાસ થવાની સંભાવના આજથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં અમૃત કાલ પર ચર્ચા થશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્રમાં મહત્વના બિલ પાસ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત બિલ પર ચર્ચા બાદ લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય. વિશેષ સત્રમાં એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ પણ રજૂ કરવામાં આવશે. |
વિશેષ સત્રને લઈને અટકળો નોંધનીય છે કે સોમવારે વિશેષ સત્રને લઈને બોલાવવામાં આવેલ બેઠકમાં તમામ પક્ષો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહિલા અનામત બિલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશેષ સત્રને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સરકારે સંસદના આ સત્ર માટે પોતાનો એજન્ડા જાહેર કરવા છતા ઘણા દિવસોથી આ મામલે રાજકારણ ગરમાયું છે. |