ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું એક વર્ષ બાકી હતું ત્યારથી જ અનેક સંગઠનો અને કર્મચારીઓ એ આંદોલન કરવાનું ચાલુ કર્યું હતું તેમાં પોલીસ કર્મચારીઓએ ગ્રેડ – પે મામલે આંદોલન શરૂ કર્યું હતું . જો કે આ આંદોલનને શાંત કરવા સરકારે કમિટીની રચના કરી જેણે પોલીસ માટે ગ્રેડ પે જાહેર ના થાય ત્યાં સુધી વચગાળાનું ભથ્થું આપવાની ભલામણ કરી હતી . ભલામણ કર્યાને પણ 4 મહિના વિતવા છતાં લાભ મળે એવી તકની રાહ જોતી ગુજરાત સરકાર જાહેરાત કરે એ પહેલાં જ અરવિંદ કેજરીવાલે પોલીસને ગ્રેડ પે આપવા અંગે નિર્ણય જાહેર કરતાં જ સફાળી જાગેલી સરકારે તાત્કાલિક પગાર ભથ્થાંની જાહેરાત કરી હતી . રાજ્ય સરકારે પગાર વધારાને લગતો કોઈ પણ પ્રકારનો જીઆર હાલ સુધી ન કર્યો હોવાની માહિતી મળી રહી ત્યારે પોલીસ કર્મચારીઓને ગામી મિ ઓગસ્ટ માસના પગારમાં પગાર વધારાનો લાભ નહિ મળે . અત્યાર સુધીના હયાત પગાર માં જ કર્મચારીઓને આવતા મહિને ગુજરાન ચલાવવું પડશે . સ્વતંત્રતા પર્વ ઉજવણીની આગલી સાંજે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ ફાળવ્યાની જાહેરાત કરી હતી . આ જાહેરાતને 11 દિવસ વિતવા છતાં હજુ સુધી પોલીસ કર્મચારીઓ માટે નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતો જી . આર . હજુ સુધી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી . ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 14 ઓગસ્ટના રોજ સુરત ખાતેથી પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ . 550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી . સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે , નિયુક્ત કમિટીનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને 30 એપ્રિલ 2022 ના રોજ સુપ્રત કરાયો હતો.