ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચારના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. જો કે, છેલ્લાં પાંચેક વર્ષમાં હવે લઘુમતિ વસ્તી એવી હિંદુ કન્યાઓને ધર્માંતરણ કરાવીને નિકાહ કરાવવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ બનેલી એક ઘટનામાં મહિલાનુ ધર્મ પરિવર્તન કરવાને બળજબરી નિકાહ કરાવાયા હતા. જો કે, આ અંગે સોશિયલ માડિયામાં ખબર ફેલાઈ જતાં પોલીસ હરકતમાં આવી હતી. જે બાદ તે મહિલાને આરોપીના ચુંગાલમાંથી છોડાવીને તેના પરિવારને સુપરત કરાઈ હતી.
મળતી વિગતો મુજબ પાકિસ્તાનમાં રીના મેઘવાર નામની હિંદુ મહિલાને જબરદસ્તીથીઇસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો હતો. જે પછી તેને મરિયમ નામ આપી મોહમ્મદ કાસિમ નામના શખ્સ સાથે નિકાહ કરાવી દેવાયા હતો. જો કે, આઘટનાની જાણ મહિલા પત્રકારને થઈ હતી. જે બાદ તેણે તરત જ નિકાહ અંગેની ફોટો અને વીડિયો મેળવી તેને ટ્વિટર પર અપલોડ કરી દીધા હતા. આ વીડિયોને પગલે પાકિસ્તાન પોલીસે સોમવારે મહિલાને છોડાવી હતી. બાદમાં મહિલાની ફરિયાદને આધારે આ કેસમાં સામેલ લોકોની ધરપકડ કરી હતી. મહિલાને સ્થાનીક કોર્ટમાં લઈ જવાયા બાદ નિવેદન નોંધીને સેફ હાઉસમાં રાખવામાં આવી હતી. જે બાદ તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી. ટ્વીટ કરેલા વીડિયોમાં મહિલા પોતાની વ્યથા જણાવી રહી છે. તે પ્રમાણે રીના મેઘવાર સિંધ પ્રાંતના બાદિન જિલ્લાની રહેવાની છે. ફેબ્રુઆરી 2021માં તેના નિકાહ મોટી ઉંમરના કાસિમ સાથે કરાવાયા હતા. વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સમુદાયનું ટોળું પોલીસ પાસે પહોંચ્યું હતુ. ત્યારબાદ પોલીસે મહિલાના પતિના ઘરે રેડ કરી હતી.