સોશિયલ મીડિયાનુ વળગણ યુઝર્સ માટે કેટલીકવાર નુકસાનકારક કે મુસીબતમાં મુકનારું પણ સાબિત થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર થતી હરકતનો ભોગ એક યુવતી બની છે. કોઈકે આ યુવતીનો ફોટો સેક્સ વર્કર તરીકે સોશીયલ મીડિયામાં મુકી દેતા યુવતીની હાલત કફોડી બની છે. આ યુવતીનું નામ નિકોલ પીટરસન છે. અને તેની ઉંમર હજી 20 વર્ષની છે. ગત સપ્તાહે તેણીને તેના એક મિત્રએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે કેટલીક વિગતો આપી તો નિકોલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નિકોલ તેના મિત્રની વાત સાંભળીને ખુબ જ ડરી ગઇ હતી. કારણ કે, કોઈખ ટીખળખોરો તેની તસવીરને સેક્સ વર્કર તરીકે મુકીને વાયરલ કરી દીધી હતી. આ વાતનો નિકોલને જરાય અંદાજો ન હતો કે, તેના ફોટો સાથે કોઈ આવી હરકત કરી શકે છે.
મિત્રના સંદેશા બાદ લોકો તેના વિશે શું વિચારશે તે વાતથી તેણી ફફડી ઉઠી હતી. સતત તાણ અનુભવતી નિકોલે કહ્યું હતુ કે, મિત્રએ મેસેજ આપ્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સર્ચ કર્યું તો તેણે પોતાની તસવીરો જોઇ હતી. જે સેક્સ વર્ક માટે કોઇ જાહેરાતમાં ઉપયોગમાં લેવાઈ હતી. આ માટે જાહેરાત કરનારે કે ફોટો મુકનારે નિકોલની પરવાનગી લીધી ન હતી. કે તેને જાણ સુદ્ધા કરી ન હતી. ઘટના બાદ તે ખુબ જ પરેશાન થઈ ગઈ હતી, કારણ કે મારી ફેમિલી, સ્કૂલ ફ્રેંડ્સ અથવા ઓફિસમાં સહકર્મીઓને હવે તેણી વિશે શું વિચારશે તેના વિચારો સતત તેના મનમાં ચાલવા માંડ્યા હતા. નિકોલના જણાવ્યા પ્રમાણે આ જાહેરાતમાં પૈસાના બદલામાં નિકોલની તસવીરો અને અંગત માહિતીનો સોદો કરાઈ રહ્યો હતો. હાલમાં તેને કોઈના પર શંકા નથી. સુત્રોના જણાવ્યા મુજબ સ્કેમર પબ્લિક સોશિયલ મીડિયા પર પબ્લિક પ્રોફાઇલને સર્ચ કર્યા બાદ કેટલાક ફોટો સિલેકટ કરે છે. જે બાદ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. નિકોલે વાંધો ઉઠાવતા હાલ તેની તસવીર જાહેરાતમાંથી દૂર કરાઈ છે. નિકોલનું કહેવું છે કે, આ બધુ સમાપ્ત થવાથી મને રાહત થઇ છે. પરંતુ હજી પણ તેને અજાણ્યા લોકો મેસેજ કરી રહ્યા છે. જેઓ મારી પાસે વીડિયો અને ફોટોની માંગ કરી રહ્યા છે. તેથી મારી ચિંતા હજી પુરેપુરી દૂર થઈ નથી.