નાસ્ત્રેદમસ દ્વારા કહેવાયેલી ભવિષ્યવાણી એવી બાબા વેંગામાં 2021 માનવ સમુદાય માટે વધુ ખતરનાક સાબિત થવાની આગાહી કરાઈ છે. આ સમયમાં અમેરિકાના માજી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને રહસ્યમય બીમારીનો ખતરા સાથે એક મોટું ડ્રેગન દુનિયા પર કબજો કરી લેશે તેવી વાત કહેવાય છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીથી લોકોની ચિંતા વધે તેમ છે. જો કે, એક રાહતની વાત એવી છે કે, 2021માં દુનિયાને કેન્સરથી મુક્તિ મળવાની વાત પણ કહેવાય છે. એટલે કે, આ વર્ષમાં દુનિયાને કેન્સરનો ઇલાજ મળી જશે. 86 વર્ષની ઉંમરે 1996માં દુનિયાને અલવિદા કહેનાર નાસ્ત્રેદમસએ બાબાવેગામાં 9/11 હુમલો, બ્રેક્ઝિટ સંકટ સહિતની અનેક ઘટના અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે પોતાના મોતની ભવિષ્યવાણી પણ કરી હતી. સાથે જ 5079માં બ્રહ્માંડ ખતમ થઈ જશે તેવો દાવો પણ કર્યો હતો. સોવિયત સંઘનું તૂટવુ, 9/11 હુમલો, પ્રિન્સેઝ ડાયનાની મોત, શર્નોબિલ આફત જેવી તેની વાતો સાચી પડી છે. 2021 અંગે નાસ્ત્રેદમસ દ્વારા કહેવાયેલી વાતો બહાર આવી છે. જે દુનિયા માટે વધુ ચિંતા ઉભી કરનાર છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2021માં દુનિયા ઘણા પ્રલય આવશે. આ ઉપરાંત કુદરતી આફતોની પણ ભરમાર રહેશે. એક મોટું ડ્રેગન દુનિયા પર કબજો કરી લેશે. હાલના સંજોગોમાં ડ્રેગન એટલે કે સમગ્ર દુનિયા તેને ચીન તરીકે ઓળખે છે, તેથી બાબા વેંગાએ ડ્રેગન શબ્દ દ્વારા ચીન તરફ સંકેત કર્યાનું માની શકાય તેમ છે. બાબા વેંગાએ કરેલી વધુ એક ભવિષ્યવાણીમાં ઈંધણની વાત કહેવાય છે. જેમાં પેટ્રોલિયમ ઉત્પાદન રોકાયા બાદ ટ્રેન સૂર્યની રોશનીની મદદથી હવામાં ઊડશે તેવી આશ્ચર્યજનક વાત કહેવામાં આવી છે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભવિષ્યની પણ છણાવટ થઈ છે. જેમાં ટ્રમ્પને એક રહસ્યમયી બીમારી ઘેરી લેશે, જેના કારણે તેઓ બહેરા થઈ જશે અને બ્રેઇન ટ્રોમાં થશે તેવો ઉલ્લેખ કરાયો છે તો પુતિન પર હુમલાની વાત કહેવામાં આવી છે. રશિયાના પુતિન પર તેમના જ દેશનો કોઈ નાગરિક જીવલેણ હુમલો કરે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે. 2021માં યૂરોપ પર ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા હુમલો કરાશે. એક અન્ય ઘટના તરફ ઇશારો કરતા કહેવાયું છે કે ‘2021માં ત્રણ રાક્ષસ એક થઈ જશે.’