ગુજરાતમાં પતિ, પત્ની અને બહારવાલીના કિસ્સા અનેક વાર ઝઘડાનું મુળ કારણ રહ્યા છે. પરંતુ હાલમાં અમદાવાદમાં પ્રકાશમાં આવેલા એક અજીબોગરીબ કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. એક પરિણીતાને તેના પતિએ જેઠ સાથે સેક્સ કરવા દબાણ કરીને પોતે ભાભી સાથે સેક્સ કરવાની પેરવી કરતા જ ઉશ્કેરાયેલી પરિણીતાએ પોલીસનું શરણુ લીધું હતુ. પોલીસ સમક્ષ આ પરિણીતાએ તેના પતિ, જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પતિ અને જેઠ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને જેઠ વાઈફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હોવાનો ગંભીર આરોપ મુકાયો છે.
સુત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2009માં અમદાવાદમાં રહેતા યુવકના લગ્ન મહેસાણા નજીક આવેલા એક ગામની યુવતી સાથે થયા હતા. લગ્ન સમયે યુવકના પરિવારના સભ્યએ યુવતીના માતા-પિતા પાસેથી પૈસાની માગણી કરી હતી. તેથી યુવતીના પિતાએ વરરાજાના પરિવારના સભ્યોને કરિયાવર સાથે પૈસા આપ્યા હતા. જે પછી તે યુવતીના લગ્નજીવનની શરૃઆત થઈ અને કેટલાક મહિના સુધી બુધ હેમખેમ ચાલ્યું હતુ. જો કે, ત્યારબાદ પતિ કંઈ કામધઁધો કરતો ન હોવાને કારણે પતિ, જેઠ અને નણંદ તે યુવતીને કહેતા હતા કે, તું પરણીને આવી છે એટલે તારે બધાને કમાઈને ખવડાવવું પડશે.
આ ઉપરાંત પરિણીતાને પિયરથી વધુ પૈસા લઈ આવવા માટે દબાણ કરાવા માંડ્યું હતુ. આ માટે પરિણીતાને સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતી. આખરે કંટાળેલી પરિણીતાએ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મેળવી હતી. જયારે 2013માં પરિણીતા અને તેનો પતિ નાઇજીરિયામાં નોકરી કરવા માટે ગયા હતા અને છ મહિના પતિ-પત્ની ત્યાં રહ્યા હતા. નાઇજીરિયામાં પણ પતિ કહેતો હતો કે, તું વધારે પૈસા તારા ઘરેથી મગાવી લે અને જો પૈસા ન આવે તો તારા ઘરે જતી રહે. વર્ષ 2015માં પરિણીતા ગર્ભવતી થતા તેણે ભારતમાં આવીને દીકરીને જન્મ આપ્યો હતો. પરિણીતા એકલી સાસરિયામાં રહેતી હોવાથી સાસરિયાઓએ ફરી હેરાનગતિ ચાલુ કરી હતી. ફરિયાદમા જણાવ્યા પ્રમાણે આ સમયે તો તેના જેઠે તમામ હદ વટાવી નાંખતા પરિણીતા પાસે સેક્સની માગણી કરી હતી. તેથી નારાજ પરિણીતાએ ફોન કરીને આ બાબતે પતિને વાત કરી હતી. આ સમયે પતિએ તેના ભાઈને ઠપકો આપવાને બદલે ઘરમાં રહેવું હોય તો આ બધું સહન કરવું પડશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતુ. વર્ષ 2017માં સસરાનું મોત થતાં પરિણીતાનો પતિ અમદાવાદ આવી પહોંચ્યો હતો. જે પછી પતિ અને જેઠ બંનેએ પરિણીતાને વાઈફ સ્વેપિંગ કરવા માટે દબાણ કર્યુ હતું. જો કે, પરિણીતાને વાઈફ સ્વેપિંગનો અર્થ ખબર ન હોવાથી તેણીએ તેના પતિને આ બાબતે પૂછ્યું હતુ. આ સમયે પતિએ નફફટાઈ સાથે કહ્યું હતુ કે, તારે જેઠ અને મારે ભાઈની પત્ની સાથે સેકસ માણવું એ પ્રક્રિયાને વાઈફ સ્વેપિંગ કહેવાય. પતિની આ વાત સાંભળીને પરિણીતા ચોકીં ઉઠી હતી. પોલીસને કરાયેલી ફરિયાદમાં પરિણીતાએ એવા આરોપ પણ મુક્યો છે કે નાઈજેરિયામાં તેનો પતિ દારૂના નશામાં તેણીને માર મારતો હતો. આ સમગ્ર મામલે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.