વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કચ્છના પ્રવાસે પહોંચી ચુક્યા છે. 3000 કરોડથી વધુ કરોડના વિકાસના કામોની કચ્છન મળશે ભેટ આપશે. 3 કિમી લાંબો રોડ શો બાદ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું છે અને ગુજરાતમાં સરહદ ડેરીના પ્લાન્ટનું ઉદઘાટન પણ તેઓ કરશે. કચ્છને આજે રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રાથી જે કેનાલ પસાર થઈ રહી છે તેના કારણે વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. વડાપ્રધાન ઘણા સમય બાદ કચ્છમાં પહોંચ્યા છે. જેઓ વિવિધ વિકાસ કાર્યોની ભેટની સાથે સાથે કચ્છ વાસીઓને સંબોધન પણ કરશે. 3 લાખ જનમેદની તેઓ સંબોધીત કરશે.
– સ્મૃતિ વનના ભૂકંપ કેન્દ્રની આ છે વિશેષતા –
કચ્છમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨,૯૩૨ સ્વજનોની સ્મૃતિસંવેદના જીવંત કરવા માટે બનાવાયેલું ખુલ્લુ મુકાશે
આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજમાં રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. જ્યાં
૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે અહી એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ સાત બ્લોક છે. જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે.
– જાપાન જેવા દેશમાં જોવા મળતું અર્થક્વેક મેમોરીયલ કચ્છમાં બન્યું
જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ
અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે સ્મૃતિવન સંગ્રહાલય ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ ભુકંપગ્રસ્તો અને પરિસ્થિતિઓનું સંવેદના સ્મારક અને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.