ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર વાતાવરણમા પલટો આવવાની શકયતા છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં ચાર દિવસમાં માવઠુ થાય તેવી શકયતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાવા માંડી છે. તેથી ચાર પાંચ દિવસ તાપમાન થોડું નીચે રહે તેમ છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારમાં માર્ચમાં નોંધાતા તાપમાનની સરખામણીએ હજી નીચું તાપમાન વર્તાય રહ્યું છે. વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ સામાન્ય થઈ પડ્યો છે. મંગળવારે સાંજે અંબાલાલે કરેલી આગાહી મુજબ આગામી 4 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થશે. આ સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમની દીશામાં પવનો ફૂંકાશે, તેનાથી રાજ્યના વાતાવરણમાં મોટી અસરનો વર્તારો છે. ગલ્ફનું ધૂળકટ ગુજરાતના કચ્છ વિસ્તારને અસર કરશે. અત્યાર સુધીના માર્ચના દિવસોમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.1 ડિગ્રી નોંધાયું છે.
દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં માર્ચના શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. જ્યારે હવે ચાર પાંચ દિવસ સુધી તે તાપમાન થોડુ નીચે જશે. દેશના પશ્ચિમોત્તર ભાગોમાં પણ તેની અસર વર્તાશે. પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં 7 માર્ચથી ભારે હિમવર્ષા, વરસાદ, પવનની ગતિ સાથે કમોસમી વરસાદ થવાની પુરેપુરી સંભાવના છે. ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતમાં આ સાથે જ 7 અને 8 માર્ચે આકાશ વાદળોથી ઘેરાઈ જશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14થી 15 માર્ચ બાદ જ ગરમી વધશે. 15 માર્ચ સુધીમાં રાજ્યના હવામાનમાં વાદળવાયુ રહેશે. કોઈક વિસ્તારમાં માવઠુ પણ થઈ શકે છે. મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમીનો અનુભવ થશે. જો કે, આ જ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિ વર્તાશે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે. તો એપ્રિલ મહિનામાં ધૂળ સાથે પવનો વાશે.