એકતાનગર ખાતે આયોજિત દેશના કાયદા મંત્રી અને સચિવોની પરિષદને વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ઝડપી ન્યાયની ખાતરી માટે નવી ટેકનોલોજીના વિનિયોગનો અનુરોધ કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે ન્યાય તંત્રને જરૂરી અદ્યતન માળખાકીય સુવિધાઓ ના વિકાસ અને જરૂરી માનવ સંપદા ની ઉપલબ્ધિનું આયોજન કર્યું છે. ગયા વર્ષના અંદાજપત્રમાં પણ કાયદા અને ન્યાય વિભાગ માટે રૂ.૧૭૦૦ કરોડની જોગવાઈ કરી હતી. તેમણે કોરોનાના સમયગાળામાં અદાલતોના વર્ચ્યુઅલ સંચાલનની વિગતો આપવાની સાથે સોશિયલ મીડિયા મંચોના સઘન ઉપયોગ ની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ન્યાય,સ્વતંત્રતા અને સમાનતાએ લોક તંત્રનો પાયો છે.દરેક નાગરિક માટે ઝડપી અને સરળ ન્યાય ની ઉપલબ્ધિ અમારો સંકલ્પ છે.આ બાબતમાં પ્રધાનમંત્રી ના માર્ગદર્શનનો ગુજરાત અમલ કરી રહ્યું છે.આઝાદીના અમૃત પર્વમાં આધુનિક ન્યાય પ્રણાલિ માટે જરૂરી માળખાકીય સગવડો અને માનવ સંપદા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઝડપી ન્યાય માટે અદાલતોને ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓથી જોડવામાં આવી રહી છે.ગુજરાત ન્યાય વ્યવસ્થાની બાબતમાં પ્રધાનમંત્રી ના વિઝન ૨૦૪૭ નો અમલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌ થી મોટી સરદાર પ્રતિમા ના સાનિધ્યે આ પરિષદ યોજાઈ એ આનંદની વાત છે.સરદાર સાહેબે ધિખતી વકીલાત છોડીને પોતાની જાતને રાષ્ટ્ર સેવામાં જોતરી હતી. એ હકીકત ખૂબ પ્રેરણાદાયક બની રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને વડાપ્રધાને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને સૌને ગુજરાતના અતિથિ તરીકે હૃદયપૂર્વક આવકાર્યા હતા.